ફૂડ પોઈઝનીંગથી તરત રાહત અપાવશે ઘરમાં રાખેલી આ 10 વસ્તુઓ

News18 Gujarati
Updated: April 9, 2018, 5:49 PM IST
ફૂડ પોઈઝનીંગથી તરત રાહત અપાવશે ઘરમાં રાખેલી આ 10 વસ્તુઓ
ફૂડ પોઈઝનીંગથી તરત રાહત અપાવશે ઘરમાં રાખેલી આ 10 વસ્તુઓ

ફૂડ પોઈઝનીંગથી તરત રાહત અપાવશે ઘરમાં રાખેલી આ 10 વસ્તુઓ

  • Share this:
ફૂડ પોઈઝનીંગથી તરત રાહત અપાવશે ઘરમાં રાખેલી આ 10 વસ્તુઓ

ફૂડ પોઈઝનીંગના કારણે જો તમને ઝાડા, ઊલટી, એસિડીટી અને છાતીમાં બળતરા થતા હોય તો આ 10 ઘરેલુ નુસ્ખા તરત રાહત અપાવશે.
2

લસણમાં એન્ટીવાયરલ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણો હોય છે જે ડાયેરિયા અને પેટના દુખાવાથી રાહત અપાવે છે. લસણની તાજી કળી ગરમ પાણીમાં ઉકાળી આ પાણીને સીપ લઈ પીઓ.
3
પેટના બેક્ટેરિયા અને એસિડિક પ્રોબ્લેમથી રાહત મેળવવા 1 ટે.સ્પૂન લીંબુના રસમાં ચપટી ખાંડ મિક્સ કરી આ પાણી દિવસમાં 2-3 વાર પીઓ. તમે હૂંફાળા પાણીમાં લીંબુ નીચવીને પણ પી શકો છો. તરત આરામ મળશે.4
ગેસ્ટ્રિક પ્રોબ્લેમમાં રાહત મેળવવા એક ગ્લાસ હૂંફાળા પાણીમાં 2 ચમચી એપલ વિનેગાર નાખી ભોજન પહેલા પીઓ. ગેસથી છૂટકારો મળશે.
5
ફૂડ પોઈઝનીંગથી તરત રાહત માટે તુલસી ઉત્તમ હર્બ છે. 2-3 કપ પાણીમાં મુટ્ઠી તુલસીના પત્ત્તા ઉકાળો. તેમાં મધ મિક્સ કરી પીઓ. દહીંમાં તુલસીના પત્તા નાખી ખાઈ શકો છો.
6
1 ગ્લાસ પાણીમાં 1 ટી.સ્પૂન જીરું ઉકાળી તેમાં મીઠું મિક્સ કરી આ પાણીને દિવસમાં 2 વખત પીઓ
7
એસિડીટી, અપચા કે પેટવી ગડબડ ઠીક કરવા માટે મધનો ઉપયોગ કરો.
8
ઉલટી અને ડાયેરિયાની તકલીફ દૂર કરવા કેળું કે બનાના શેક બનાવીને તેમાં ચપટી ઈલાયચી પાવડર મિક્સ કરી પીઓ.
9
પેટની તકલીફ માટે દહીંમાં મેથીદાણા મિક્સ કરી ખાઓ.
10
ફૂડ પોઈઝનીંગનો શિકાર બન્યા હોવ તો તળેલું-મસાલેદાર ના ખાશો, દૂધ અને દૂધની બનાવટોનો ઉપયોગ કરો.

 
First published: April 9, 2018, 5:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading