Home /News /lifestyle /

પીરિયડ્સના અસહ્ય દુ:ખાવાના કારણે ટેનિસ ખેલાડી કિન્વેન ઝેંગ મેચ હારી, તમારી સાથે આવું ન થાય તે માટે આટલું કરો

પીરિયડ્સના અસહ્ય દુ:ખાવાના કારણે ટેનિસ ખેલાડી કિન્વેન ઝેંગ મેચ હારી, તમારી સાથે આવું ન થાય તે માટે આટલું કરો

પીરિયડ્સના અસહ્ય દુ:ખાવાથી બચવા કરો આટલું, ઘણી રાહત અનુભવશો

Reduce Periods Cramps: માસિક સ્રાવ દરમિયાન ખેંચાણ (ક્રેમ્પ) વય સાથે સંબંધિત નથી. તે નાની વયની યુવતીઓ તેમજ પુખ્ત વયની મહિલાઓને પણ અનુભવાય છે. ખેંચ આવવાનાં ઘણાં કારણો છે. પીરિયડ્સ દરમિયાન નીકળતું લોહી ગર્ભાશયની અંદરનું લાઈનીંગ હોય છે, જે દર મહિને બહાર આવે છે.

વધુ જુઓ ...
  How to Reduce Periods Cramps: પીરિયડ્સ (Periods) મહિલાઓ માટે હંમેશાથી મુશ્કેલ સમય રહ્યો છે. પીરિયડ્સના દુ:ખાવાના કારણે કોઈ મહિલાની વર્ષોની મહેનત પર પાણી ફરી વળે તો તે ખૂબ જ દુ:ખદાયક છે. આવું જ ચીનની 19 વર્ષીય ટેનિસ ખેલાડી કિન્વેન ઝેંગ (China’s Tennis player Qinwen Zheng) સાથે થયું છે. કિન્વેન ઝેંગ (Qinwen Zheng) ફ્રેન્ચ ઓપનનો છેલ્લો રાઉન્ડ રમી રહી હતી, પરંતુ બીજા સેટમાં તેને મેડિકલ ટાઇમઆઉટ લેવો પડયો હતો અને આ કારણે તે વર્લ્ડ નંબર-1 પોલેન્ડની ખેલાડી ઇગા સ્વિએટેક (Iga Świątek) સામે હારી ગઈ હતી.

  આ વ્યથા માત્ર કિન્વેન ઝેંગની નથી. દુનિયામાં એવી લાખો યુવતીઓ અને મહિલાઓના સપના ક્યારેક પીરિયડ્સ ક્રેમ્પ્સ (Menstrual cramps) સામે રોળાઇ જાય છે. કેટલીક યુવતીઓ અને મહિલાઓ પીરિયડ્સમાં વધુ દુ:ખાવાના કારણે યોગ્ય રીતે કામ કરી શકતી નથી. ઘણી વખત દુ:ખાવાના કારણે સ્કૂલ-કોલેજમાં જતી છાત્રાઓને ક્લાસ, ફંક્શન, એક્ઝામ પણ છોડવા પડે છે.

  આ પણ વાંચો: Tips and Tricks: એલ્યુમિનિયમની કડાઈને ચમકદાર બનાવવા અજમાવો આ ઉપાય, ચાંદીની જેમ ચમકી ઉઠશે

  આવી સ્થિતિમાં પ્રશ્ન ઉભા થાય છે કે, શું પીરિયડ્સમાં ઝડપથી દોડવાથી ક્રેમ્પ વધી શકે છે? અને માસિક સ્રાવમાં થતી પીડાને કેવી રીતે નિયંત્રિત કરી શકાય? (How to Reduce Periods Cramps) આ સવાલના જવાબ હિરાનંદાની હોસ્પિટલ- ફોર્ટિસ નેટવર્ક હોસ્પિટલ (વાશી, મુંબઈ)ના કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ અને ઓબ્સ્ટેટ્રિશિયન ડો. મંજીરી મહેતાએ આપ્યા છે. તેમણે પીરિયડ્સને લગતી સમસ્યા અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી છે.

  પીરિયડ્સમાં ક્રેમ્પ શા માટે થાય છે?


  માસિક સ્રાવ દરમિયાન ખેંચાણ (ક્રેમ્પ) વય સાથે સંબંધિત નથી. તે નાની વયની યુવતીઓ તેમજ પુખ્ત વયની મહિલાઓને પણ અનુભવાય છે. ખેંચ આવવાનાં ઘણાં કારણો છે. પીરિયડ્સ દરમિયાન નીકળતું લોહી ગર્ભાશયની અંદરનું લાઈનીંગ હોય છે, જે દર મહિને બહાર આવે છે.

  ગર્ભાવસ્થા દરમિયાન આ પ્રક્રિયા અને પીરિયડ્સ બંધ થઈ જાય છે. ગર્ભાશયમાંથી લાઈનીંગ અલગ કરવાની અને અસ્તરને બહાર ફેંકી દેવાની પ્રક્રિયાને કારણે પીરિયડ્સનું બ્લીડિંગ થાય છે. આ બંને પ્રક્રિયાઓ દરમિયાન ગર્ભાશય સંકોચાય છે, જેના કારણે દુ:ખાવો, ખેંચાણ થાય છે.

  પીરિયડ્સ ક્રેમ્પ્સથી બચવા માટે શું કરવું


  પહેલા દિવસે પીરિયડ્સનો દુ:ખાવો વધુ હોય છે. જો કિનવેન ઝેંગના કિસ્સાની વાત કરવામાં આવે તો તેણે પોતે પણ કહ્યું છે કે, પીરિયડ્સના પહેલા દિવસે તેને વધુ દુ:ખાવો થાય છે. આવી સ્થિતિમાં તે અવારનવાર વધુ દુ:ખાવો થવાની સમસ્યાથી પીડાતો હશે. ત્યારે મેચ રમવી કે અન્ય કોઈ જરૂરી કામ રમતા પહેલા અમુક સાવચેતી રાખવાની જરૂર હતી. જેથી તેને રમતી વખતે આટલી સમસ્યા ન થઇ હોત અને તે મેચ જીતી ગઈ હોત.

  આવી સ્થિતિમાં રાહત મેળવવા ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની એમ બે પદ્ધતિ છે. ટૂંકા ગાળાના ઉપાયમાં તમે થોડા સમય માટે દુ:ખાવામાં રાહત મળે તે માટે કોઈ પણ પેઇનકિલર (ડોક્ટર સાથે વાત કરીને) લઈ શકો છો. કેટલીકવાર પેઇનકિલર લેવામાં કોઈ નુકસાન થતું નથી. જો કે, દવા લેતા પહેલા કેટલાક કુદરતી ઉપાયો અપનાવવા જોઈએ, તેમ છતાં આરામ ન મળે તો જ દવા લેવી જોઈએ.

  દુ:ખાવાથી ત્વરિત રાહત મેળવવા માટે તમે હોટ વોટર બેગથી શેક લઈ શકો છો. આ ઉપરાંત તમારી જાતને હાઇડ્રેટેડ રાખો. પીરિયડ્સ દરમિયાન આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણીવાર કેટલીક યુવતીઓને સ્કૂલમાં ટોયલેટ જવું ગમતું નથી અને આ કારણે તેઓ ઓછું પાણી પીવે છે, જે સારી આદત નથી. તમે તમારી જાતને જેટલી વધુ હાઇડ્રેટેડ રાખશો, તેટલી જ રાહત મળશે. નિયમિત કસરત કે રમતગમતથી ક્રેમ્પની સમસ્યામાં ઘણી હદ સુધી કંટ્રોલ કરી શકાય છે.

  શું પીરિયડ્સની તારીખો આગળ વધારી શકાય?


  તમે પિરિયડ ડેટ લંબાવી શકો છો, પરંતુ આવું વારંવાર કરવું સલામત નથી. આવું જીવનમાં એક જ વાર અથવા કટોકટીની સ્થિતિમાં કરવું જોઈએ. જો કોઇના લગ્ન હોય, ફ્રેન્ચ ઓપન જેવી વર્લ્ડ ક્લાસ ગેમ હોય, તેવા સમય દરમિયાન તારીખો આવી જાય, તો પછી તેને આગળ વધારવાનું વિચારી શકો છો. નહીં તો નિયમિત પેઇનકિલર્સ લઇને રાહત મેળવી શકો છો.

  આ પણ વાંચો: દૂધ સાથે ખાઓ આ 4 ફળો થશે અદ્ભુત ફાયદાઓ, આ ફળ મિક્સ કરવાથી સ્નાયુના દુખવામાં મળશે રાહત

  આ વાત સલામત ન હોવાથી કોઈ ડોક્ટર આવું કરવાની ભલામણ કરતા નથી. પીરિયડની તારીખ આગળ વધારવા માટે હોર્મોનલ દવા આપવામાં આવે છે. આ પદ્ધતિ શરીરના ચક્ર માટે બિલકુલ યોગ્ય નથી. લાંબા સમય સુધી હોર્મોનલ દવાઓનું સેવન કરવાથી શરીરની લય બગડવાથી ફર્ટિલિટી પર અસર પડી શકે છે. પીરિયડ્સ અનિયમિત થઈ શકે છે અને લિવરને નુકસાન પહોંચાડી શકે છે.
  First published:

  Tags: Health Tips, Lifestyle, Periods, આરોગ્ય

  આગામી સમાચાર