Home /News /lifestyle /Diwali Care: તમારા ફેફસાંને Air Pollution થી કેવી રીતે બચાવશો? ફટાકડા ફોડતી વખતે રાખો ખાસ ધ્યાન

Diwali Care: તમારા ફેફસાંને Air Pollution થી કેવી રીતે બચાવશો? ફટાકડા ફોડતી વખતે રાખો ખાસ ધ્યાન

Air pollution

Protect Your Lungs To Adopt Easy Methods- ઘણા અભ્યાસો દર્શાવે છે કે લાંબા સમય સુધી પ્રદૂષિત વાતાવરણમાં રહેવાથી અસ્થમા, એલર્જી અને ઘણા પ્રકારના કેન્સર જેવી ખતરનાક સમસ્યાઓ થઈ શકે છે. દિવાળીમાં પણ ફટાકડાઓ ઘણું જ વાયુ પ્રદૂષણ થાય છે. આવી સ્થિતિમાં ફેફસાંને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    દેશ જેમ જેમ પ્રગતિ કરી રહ્યો છે તેમ તેમ વાયુ પ્રદુષણ (Air pollution) પણ વધી રહ્યું છે. વાયુ પ્રદૂષણની કોઈ સીમા નથી. ઘરની બહાર ખરાબ હવાની ગુણવત્તા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. જંગલમાં લાગેલી આગથી લઈને કાર અને ફેક્ટરીના ધુમાડા, ધૂળ, મોલ્ડના બીજકણ અને પરાગ, દિવાળીના ફટાકડા એવી ઘણી વસ્તુઓ છે જે પ્રદૂષિત કરી શકે છે અને બહારની હવાની ગુણવત્તાને અસર કરી શકે છે. ઘણા અભ્યાસો દર્શાવે છે કે લાંબા સમય સુધી પ્રદૂષિત વાતાવરણમાં રહેવાથી અસ્થમા, એલર્જી અને ઘણા પ્રકારના કેન્સર જેવી ખતરનાક સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં ફેફસાંને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. ફેફસાંને ખરાબ હવાની ગુણવત્તાથી બચાવવા માટે કેટલીક સરળ રીતો અપનાવી શકાય છે. આવો જાણીએ તેમના વિશે.

    તમારી જાતને નબળી હવાની ગુણવત્તાથી બચાવો


    વેબએમડી અનુસાર, નબળી હવાની ગુણવત્તા દરેક વ્યક્તિને કોઈને કોઈ રીતે અસર કરી શકે છે. જો કોઈને હૃદય, ફેફસાં કે એલર્જીની સમસ્યા હોય તો વાયુ પ્રદૂષણ વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે.

    આ પણ વાંચો:  તમારી લાડલી દીકરીને આજે દિવાળી પર આપો ખાસ ભેટ, 21 વર્ષની ઉંમરે મળશે પૂરા 64 લાખ રૂપિયા

    સ્થાનિક હવામાન અને હવાની ગુણવત્તાની આગાહીઓ પર નજર રાખો


    ભારતીય હવામાન વિભાગ અને ઘણી હવામાન એપ્લિકેશનો હવાની ગુણવત્તા અને હવામાન સંબંધિત દૈનિક ચેતવણીઓ મોકલે છે. ઘરની બહાર નીકળતા પહેલા આ ચેતવણીઓ પર એક વાર નજર નાખો. આ ચેતવણીઓ રંગ-કોડના સ્વરૂપમાં આવે છે. ઉદાહરણ તરીકે, લીલો રંગ એટલે સ્વચ્છ, શ્વાસ લઈ શકાય તેવી હવા, જ્યારે લાલ અને મરૂન રંગનો અર્થ ખતરનાક પ્રદૂષણ થાય છે. જો હવાનું પ્રદૂષણ ખૂબ વધારે હોય તો પ્રયાસ કરો કે ઘરની બહાર ન નીકળો. જો જરૂરી હોય તો, સુરક્ષા વ્યવસ્થા સાથે બહાર જાઓ.

    ઘરમાં રહો, બારીઓ અને દરવાજા બંધ રાખો


    જો તમે ધુમ્મસની ચેતવણી, જંગલની આગ જેવી કુદરતી આફતની નજીક અથવા ફેક્ટરી અથવા હાઇવેની નજીક રહો છો, તો તમારે ખાતરી કરવી જોઈએ કે ખરાબ હવા ઘરની અંદર ન જાય. ઘરની બારી-દરવાજા ચુસ્તપણે બંધ રાખો, જેથી બહારની ખરાબ હવા ઘરમાં ન પ્રવેશે.

    ઘરની બહાર કસરત કરવાનું ટાળો


    જ્યાં પ્રદૂષણ ખૂબ વધારે હોય ત્યાં કસરત કરવાનું ટાળો. વધુ ટ્રાફિકવાળા વિસ્તારોમાં દોડશો નહીં કે ચાલશો નહીં. બસ અને કાર જેવા વાહનો ઝેરી ધુમાડો બહાર કાઢે છે અને તે હવાની ગુણવત્તાને બગાડે છે. જ્યારે હવાની ગુણવત્તા નબળી હોય, ત્યારે બાળકોને રમવા માટે ઘરની બહાર ન મોકલો.

    આ પણ વાંચો:  દિવાળી પરનું સૂર્યગ્રહણ આ રાશીના લોકોને કરી દેશે માલામાલ, જ્યારે આ રાશિના લોકોને રાખવું પડશે ખાસ ધ્યાન...

    દરરોજ ગોળનું સેવન કરો


    આયુર્વેદમાં ગોળને ફેફસાં માટે વરદાન માનવામાં આવે છે. ગોળમાં આયર્ન અને ફોલેટ જેવા ફાયદાકારક તત્વો હોય છે જે શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. ગોળ ફેફસામાંથી ખરાબ વસ્તુઓને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. તેથી દરરોજ થોડો ગોળ ખાવો જોઈએ.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Healthy lifestyle

    विज्ञापन
    विज्ञापन