cloth care tips: મહામૂલી સિલ્ક સાડીની જાળવણી કેવી રીતે રાખશો? આ રહી સરળ ટ્રીક

પ્રતિકાત્મક તસવીર

શુદ્ધ રેશમની સાડીઓ મોંઘી હોય છે અને ઘણી વાર લાંબા સમયથી પહેરવામાં આવતી ન હોય અને જાળવણી રાખવામાં બેદરકારી દાખવાઈ હોય, તો રેશમની સાડીને નુકસાન પણ થાય છે.

  • Share this:
    લાઈફસ્ટાઈલ ડેસ્કઃ ભારતીય સંસ્કૃતિના (Indian culture) પોશાકમાં સાડીનું (saree) આગવું સ્થાન રહ્યું છે. દેશના વિવિધ ભાગમાં વિભિન્ન પ્રકારની સાડીઓ પહેરાય છે. દેશના લગભગ તમામ ઘરમાં સાડીની ખરીદી થાય છે. શુદ્ધ રેશમની સાડીઓ (Pure silk saris) મોંઘી હોય છે અને ઘણી વાર લાંબા સમયથી પહેરવામાં આવતી ન હોય અને જાળવણી રાખવામાં બેદરકારી દાખવાઈ હોય, તો રેશમની સાડીને નુકસાન પણ થાય છે. માટે અહીં સિલ્ક સાડીને નુકસાનથી બચાવવા માટે કેટલીક ટિપ્સ (Cloth care tips) આપવામાં આવી છે.

    કપડાં ધોતા પહેલા એટલું ધ્યાન રાખો
    કાપડને ધોવા માટે શું ધ્યાન રાખવું તેનું લેબલ કપડાં પર લગાવેલું હોય છે, જેને કપડાં ધોતા પહેલા જોઈ લેવું જોઈએ. ઘણી વખત સિલ્ક ફેબ્રિકને આડેધડ ધોવાથી નુકસાન થાય છે. કરચલીવાળી સાડીને ડ્રાય ક્લીન કરવી જોઈએ અથવા હળવા હાથે સાફ કરવી જોઈએ. કલરફુલ સિલ્કને ધોતા પહેલા કલર ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. જો કલર જાય તો માત્ર ડ્રાય ક્લિનિંગ જ કરવું.

    પરસેવાથી બચો
    જો તમે સાડી સાથે સિલ્ક બ્લાઉઝ પહેરતા હોય તો પરસેવાથી બચાવતા પેડ્સ ખરીદી લો. પરસેવાના કારણે ફેબ્રિકનો કલર બદલાઈ જાય છે. જો તમને વધુ પરસેવો ના વળતો હોય તો પણ પેડનો ઉપયોગ કરવો જોઈએ. કેમ કે, પરસેવાના ડાઘ પણ ફેબ્રિકમાંથી કાઢવા મુશ્કેલ છે.

    આ પણ વાંચોઃ-ચાલું બાઈક પર બે યુવકોના જોરદાર સ્ટંટ અને પછી અચાનક ઊંધા માટે પટકાયા, જુઓ live video

    આ પણ વાંચોઃ-રાજકોટઃ કમકમાટી ભર્યો અકસ્માતનો live video, બાઈક ધડાકાભેર કારને અથડાયું, ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયા બે યુવક

    આ પણ વાંચોઃ-બારડોલીઃ સગીરા સાથે ચોથી વાર દુષ્કર્મ આચરવા જતા આરોપીને મળ્યું મોત, પકડાયેલા યુવકને માર મારતો live video

    આ પણ વાંચોઃ-રાજકોટ: બેકાર યુવકનું માંગુ આવતા દીકરીના પિતાએ સગપણ માટે ના પાડી, 'વિફરેલા' યુવકે કર્યું જોરદાર કારસ્તાન

    ઈસ્ત્રી કરતા પહેલા આટલું ધ્યાન રાખો
    કાપડ ધોવા માટે જેટલું ધ્યાન રાખવું જોઈએ તેટલું જ ધ્યાન ઈસ્ત્રી કરવામાં પણ રાખવું જોઈએ. જો તમે ઘરે જ ઈસ્ત્રી કરતા હોવ તો તેને ધીમા તાપે રાખો. ઘણી ઈસ્ત્રીમાં સિલ્ક માટેનો વિકલ્પ હોય છે. ઘણી વખત ફેબ્રિક ઉપર લોખંડ રાખવાથી તેને નુકસાન થાય છે. જોકે, સ્ટીમ આઇરન હોય તો ખૂબ સારી બાબત છે.



    ક્યાં, કેવી રીતે સાચવશો?
    સાડીને સાચવીને મુકવાની વાત સૌથી મહત્વની છે. ફેબ્રિક ખૂબ સંવેદનશીલ હોય છે, માટે તેને અંધારાવાળા અને સૂકા સ્થળે રાખવી જોઈએ. સુતરાઉ કાપડને સરસ રીતે ફોલ્ડ કરવા જોઈએ. મહિનામાં એક વખત સાડીની ઘડી બદલો અન્ય કપડાં સાથે તેનું ઘર્ષણ ન થાય તેનું ધ્યાન રાખો.
    First published: