વાતાવરણથી બીમાર પડે છે બાળક, આ કામ કરી બાળકને માંદા થતા અટકાવી શકાય

જાણી લો કે ઘરની અંદર અને ઘરની બહાર નીકળતા પહેલા કઈ કઈ સાવધાનીઓ રાખવી જરૂરી છે..

News18 Gujarati
Updated: November 4, 2019, 4:03 PM IST
વાતાવરણથી બીમાર પડે છે બાળક, આ કામ કરી બાળકને માંદા થતા અટકાવી શકાય
આ કામ કરી બાળકને માંદા થતા અટકાવી શકાય
News18 Gujarati
Updated: November 4, 2019, 4:03 PM IST
શું તમે પણ પ્રદૂષણ કે ખરાબ વાતાવરણથી તમારા બાળકને સાચવવા ઈચ્છો છો તો? તો જાણી લો કે ઘરની અંદર અને ઘરની બહાર નીકળતા પહેલા કઈ કઈ સાવધાનીઓ રાખવી જરૂરી છે..

ઘરની બહારનાં બાળકોને આ રીતે પ્રદૂષણથી સુરક્ષિત કરો:

1. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના જણાવ્યા મુજબ, બાળકોને પ્રદૂષણથી બચાવવા, ખેતરોની કાપણી કર્યા પછી તે ઘાંસ અને ઘરનો કચરો સળગાવવાનું બંધ કરો. આમ કરવાથી ઘણું પ્રદૂષણ ફેલાય છે. જો તમે ઇચ્છો તો, તમે ઘરેલું કચરો રિસાયક્લિંગ કરીને ખાતર પણ બનાવી શકો છો. જે ઝાડના છોડ માટે પણ ખૂબ ફાયદાકારક રહેશે.

2. બાળકોને ખૂબ ગીચ સ્થળોએ લઈ જવાનું ટાળો. ખૂબ વ્યસ્ત હોય રહેતા રસ્તા કરતા શાંત માર્ગ પસંદ કરો, જેથી તેમને વાહનોના ધુમાડાથી બચાવી શકાય. ઘરની બહાર જવા માટે વાહનનો ઉપયોગ ન કરતા, શક્ય હોય તો સાયકલનો ઉપયોગ કરો. આમ કરીને પણ તમે પર્યાવરણને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશો.

3. વાયુ પ્રદૂષણના સ્તર પર નજર રાખો અને તમારા બાળકને તેના વિશે કહો અને આ પ્રદૂષણ કેટલું નુકસાનકારક છે તે પણ કહો. બાળકને માસ્કનું મહત્વ સમજાવો જેથી તે તમારી ગેરહાજરીમાં પણ પોતાની સલામતી વિષે જાગૃત થઈ શકે.

બાળકોને ઘરની અંદરના પ્રદૂષણથી સુરક્ષિત કરો:
Loading...

1. બાળકોને ઘરની અંદરના પ્રદૂષણથી બચાવવા માટે ધૂમ્રપાન કરવાનું ટાળવું વધુ સારું છે. રસોડામાં ચીમનીનો ઉપયોગ કરો. જેથી ખોરાક રાંધતી વખતે ઉત્પન્ન થતો ધુમાડો તેમાંથી બહાર નીકળી શકે.

2. રસોડું હવાની અવરજવરવાળી જગ્યાએ બનાવો. જેથી રસોઈ કરતી વખતે જો ધુમાડો થાય, તો તે બારી કે બારણામાંથી બહાર નીકળી જાય.

3. ઘરમાં વૃક્ષો વાવો, જે ઘણાં ઓક્સિજન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે.
4. રસોઈ બનાવવા અથવા પ્રકાશ માટે કેરોસીન લેમ્પ્સ અથવા સ્ટોવનો ઉપયોગ કરવાનું ટાળો.

આ પણ વાંચો- કેટલી વખત સેક્સ માણવું યોગ્ય કહેવાય? આ ઉંમરે વધુ મણાય છે સેક્સ
આ પણ વાંચો-
  
 આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં
આ પણ વાંચો-  #કામની વાત: 40-50 વર્ષ પછી કેવી હોય છે સેક્સ લાઈફ?
આ પણ વાંચો-  રેખા ચહેરા પર લગાવે છે આ ચીજ, નહાય છે આ ચીજથી: રેખાની સુંદરતાનું સિક્રેટ
First published: November 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...