Home /News /lifestyle /

Premature Ageing: સમય કરતાં વહેલું ઘડપણ અટકાવશે આ 7 ટીપ્સ, ત્વચાને રાખશે યુવાન

Premature Ageing: સમય કરતાં વહેલું ઘડપણ અટકાવશે આ 7 ટીપ્સ, ત્વચાને રાખશે યુવાન

પ્રતીકાત્મક તસવીર

beauty tips: કોઈપણ ઋતુમાં ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવી જરૂરી છે. જેનાથી ત્વચા નરમ રહે છે.

ઉંમર અનુસાર ત્વચા પર અસર થવી તે એક સામાન્ય બાબત છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ ત્વચા પર કરચલીઓ દેખાવા લાગે છે અને ત્વચા ઢીલી પડી જાય છે. નિયમિત જીવનશૈલી અને પર્યાવરણની ત્વચા પર અસર થાય છે. અલબત્ત, અનેક લોકોની ઉંમર વધે તે પહેલા જ તેઓ વૃદ્ધ (premature ageing) દેખાવા લાગે છે. ત્યારે અમેરિકન એકેડેમી ઓફ ડર્મેટોલોજી એસોસિએશન (AAD)ના મત મુજબ પ્રિમેચ્યોર એજિંગની પ્રક્રિયાને ધીમી કરી શકાય છે. અહીંયા તે અંગે જાણકારી આપવામાં આવી છે.

પ્રિમેચ્યોર એજિંગ કેવી રીતે રોકવી?

તડકો સામે રક્ષા મેળવવી (Sun Protection)

પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ લેવો જરૂરી છે. જોકે, સુરક્ષા વગર તડકામાં રહેવાથી ત્વચાને નુકસાન થાય છે. US નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિન અનુસાર સૂર્યપ્રકાશમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય છે, જેના કારણે ત્વચાને નુકસાન થાય છે. જેનાથી ત્વચા પોતાની ઈલાસ્ટિસિટી ગુમાવે છે. આ કારણોસર ઘરની બહાર નીકળતા પહેલા સનબ્લોક લગાવવા અને ટોપી પહેરવી જરૂરી છે.

યોગ્ય ડાયટ (Balanced Diet)

તડકાની સાથે સાથે ભોજનની પણ ત્વચા પર અસર થાય છે. પ્રોસેસ્ડ ફૂડ અને સુગરવાળા ફૂડની ત્વચા પર અસર વધુ જોવા મળે છે. આ કારણોસર નિયમિત આહારમાં ફળ અને શાકભાજીને શામેલ કરવા જરૂરી છે. સંતુલિત આહારપ્રણાલીમાં કોમ્પલેક્ષ કાર્બોહાઈડ્રેટ, હેલ્ધી ફેટ અને પર્યાપ્તમાત્રામાં પ્રોટીન હોવું જરૂરી છે. શરીરને પૂરતી માત્રામાં પાણી મળવું જરૂરી છે.

કસરત (Exercise)

સારા સ્વાસ્થ્ય માટે શારીરિક રીતે એક્ટીવ રહેવું ખૂબ જ જરૂરી છે. જેનાથી લોહીના પરિભ્રમણમાં સુધારો થાય છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ થાય છે. જો વ્યક્તિ અંદરથી સ્વસ્થ હોય તો તેની ત્વચા પર અસર જોવા મળે છે.

ધૂમ્રપાન કરવું નહીં (Quit Smoking)

અમેરિકન એકેડેમી ઓફ ડર્મેટોલોજી એસોસિએશન અનુસાર ધૂમ્રપાન કરવાને કારણે નાની ઉંમરે વ્યક્તિ વૃદ્ધ દેખાવા લાગે છે. જેના કારણે ત્વચા પર કરચલીઓ થવા લાગે છે અને ત્વચાનો રંગ ફીક્કો થવા લાગે છે. શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે ધૂમ્રપાન છોડી દેવું જોઈએ.

શરાબ પીવી નહીં (Minimise Alcohol Intake)

વધુ પડતું દારૂનું સેવન કરવામાં આવે તો ત્વચાને નુકસાન થાય છે. આ કારણોસર સારા સ્વાસ્થ્ય અને સુંદર ત્વચા માટે દારૂનું સેવન ના કરવું જોઈએ.

આ પણ વાંચો - Skin Care Tips: ચહેરાની ત્વચા પર થાય છે તણાવની અસર, આ રીતે ત્વચાને આપો આરામ

ચહેરો ધીરે અને યોગ્ય રીતે સાફ કરવો (Clean Your Face Gently)

આખા દિવસ દરમિયાન ત્વચા તડકા સાથે, પ્રદૂષિત હવા સાથે, ગંદગી સાથે સંપર્કમાં આવે છે. આ કારણોસર ચહેરાને ધીરે અને યોગ્ય રીતે સાફ કરવો જોઈએ. ત્વચા પર વધુ પ્રેશર આપવાથી ત્વચા પર બળતરા થાય છે અને ત્વચાને નુકસાન થાય છે. આ કારણોસર ત્વચા માટે ખૂબ જ સોફ્ટ પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાંચો- Relationship Tips: પુરૂષોની આ 8 આદતોને કારણે મહિલાઓ તેમનાથી બનાવી લે છે અંતર, રહો સાવધાન

મોઈશ્ચરાઈઝર (Moisturise)

કોઈપણ ઋતુમાં ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવી જરૂરી છે. જેનાથી ત્વચા નરમ રહે છે. જો ત્વચાને મોઈશ્ચરાઈઝ આપવામાં ના આવે તો ત્વચા ડ્રાય થઈ જાય છે. આ કારણોસર ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવી જરૂરી છે.

હવે ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આ કારણોસર ત્વચાને તડકા સામે રક્ષણ આપવું જરૂરી છે. તમે જે મોઈશ્ચરાઈઝરનો શિયાળામાં ઉપયોગ કરો છો તેનો ઉનાળામાં ઉપયોગ ના કરવો જોઈએ. ઉનાળામાં ખૂબ જ હળવા બોડી લોશનનો ઉપયોગ કરવો જોઈએ. ઉપરાંત સંતુલિત ભોજન કરવું જોઈએ અને પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જોઈએ.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Beauty, Good Health, Lifestyle

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन