લૉકડાઉનમાં ઘરમાં જ કરો વર્કઆઉટ, જેક્લિન પાસે શીખો સૂર્યનમસ્કાર કરવાની રીત

News18 Gujarati
Updated: March 26, 2020, 3:22 PM IST
લૉકડાઉનમાં ઘરમાં જ કરો વર્કઆઉટ, જેક્લિન પાસે શીખો સૂર્યનમસ્કાર કરવાની રીત
જેક્લિન

તમે ઘરે એકલા કે પોતાના લાઇફ પાર્ટનર સાથે અને બાળકો સાથે વર્કઆઉટ કરીને લૉકડાઉનમાં પણ મઝા માણી શકો છો.

  • Share this:
કોરોનાને કારણે અત્યારે જીમ, ચાલવાનું બધુ બંધ થઇ ગયું છે ને. તો કાંઇ વાંધો નહીં તમે ઘરે જ રહીને પોતોના શરીરની સંભાળ રાખી શકો છો અને સ્વસ્થ રહી શકો છો. આજે આપણે જોઇશું કે ઘરની બહાર નીકળ્યા વગર તમે કઇ રીતે વર્કઆઊટ કરી શકો છો. તમે ઘરે એકલા કે પોતાના લાઇફ પાર્ટનર સાથે અને બાળકો સાથે વર્કઆઉટ કરીને લૉકડાઉનમાં પણ મઝા માણી શકો છો. આજે આપણે જોઇશું કે સૂર્યનમસ્કાર કઇ રીતે કરાય અને તેના ફાયદા શું છે. બોલિવૂડની ફિટ હિરોઇનોની યાદીમાં જેક્લિનનું નામ તો આવે જ. તેણે થોડા દિવસ પહેલા જ ઘરમાં સૂર્યનમસ્કાર કરતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો તે પણ આપણે જોઇશું.

સૂર્ય નમસ્કાર પ્રાચીન સમયથી યોગ ગુરુઓની વચ્ચે ઘણો ચર્ચાનો વિષય રહ્યો છે. સૂર્ય નમસ્કાર વિદેશોમાં પણ ઘણો જ લોકપ્રિય છે. સૂર્ય નમસ્કારથી તન, મન બંન્ને શકિત મળે છે. જ્યારે સૂર્ય નમસ્કાર શરીરના ઘણા અંગોને ક્રિયાશીલ બનાવે છે. એવું કહેવાય છે કે સૂર્ય નમસ્કાર 12 આસનો મળીને બને છે.
 View this post on Instagram
 

This is 1 surya namaskar, 20 mins you can do 20 and it’s a great workout! I do 108 😁 yoga to the rescue!!!


A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on


એટલા માટે રોજ માત્ર સૂર્ય નમસ્કાર કરવાથી તમારા શરીરને ઉર્જા મળે છે અને રોગોથી બચાવે છે.
સૂર્ય નમસ્કાર કરવાથી પેટની માંસપેશીઓ મજબૂત થાય છે અને પાચન શક્તિ વધે છે. શરીરના વધતા વજનને અકુંશમાં લાવે છે. મન શાંત થાય છે અને આળસને દૂર ભગાડે છે. આ વ્યાયામ કરવાથી શરીરમાં લોહીનું ભ્રમણ ઝડપી બને છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. જો તમે વાળની સમસ્યાથી પીડાતા હોય તો આ યોગ અભ્યાસ તમારા વાળને અસમય સફેદ થવામાં, ખરવાની સમસ્યાથી બચાવે છે. શરીરમાં તાજગી રહે છે અને મનની એકાગ્રતાને જાળવી રાખવામાં મદદ કરે છે.


સૂર્ય નમસ્કાર કરવાની રીત
-જમીન પર આસન પાથરી સીધા ઉભા થઈ જાઓ.
-હવે શ્વાસ અંદર લેતાં બંને હાથ ઉપર ઉઠાવો.
-શ્વાસ છડતાં બંને હથેળીઓને જોડીને છાતી સામે તરફ રાખી પ્રણામ મુદ્રામાં આવો.
-હવે શ્વાસ અંદર લેતાં બંને હાથ પાછળ તરફ લઈ જવા.
-શ્વાસ બહાર કાઢતાં કરોડરજ્જૂ ટટ્ટાર રાખીને આગળની તરફ ઝુકો.
-સંપૂર્ણ રીતે શ્વાસ બહાર કાઢી બંને હાથના પંજાને જમીન પર ટેકો.
-હવે શ્વાસ લેતાં શક્ય હોય એટલો તમારો જમણો પગ પાછળની તરફ ખેંચો. જમણા ઘૂંટણને જમીન પર ટેકવો અને ઉપરની તરફ જોવું.
-પછી શ્વાસ લેતાં તમારો ડાબો પગ પણ પાછળની તરફ લઈ જાઓ.
-હવે આરામથી બંને ઘૂંટણ જમીન પર ટેકો અને શ્વાસ છોડો.
-હિપ્સને ઊંચા કરી આગળની તરફ સરકવું. છાતી અને હડપચી જમીન પર ટેકો અને ભુજંગાસનમાં છાતી ઉઠાવો.
-શ્વાસ બહાર કાઢતાં હિપ્સ અને પીઠના હાડકાંને ત્રિકોણ બને તે રીતે ઉપર ઉઠાવો.
-શ્વાસ અંદર લેતાં જમણો પગ બે હાથની વચ્ચે લાવો. ડાબો ઘૂંટણ જમીન ઉપર ટેકો.
-શ્વાસ કાઢતાં ડાબો પગ આગળ લાવો અને હથેળીઓ જમીન પર રાખો.
-શ્વાસ અંદર લેતાં ડાબો પગ આગળ લેવો. પીઠના હાડકાંને ઉપર ઉઠાવી આગળ તરફ ઝુકો. હથેલીઓ જમીન ઉપર રાખવી.
-શ્વાસ બહાર કાઢતાં શરીરને સીધું કરો અને પછી બંને હાથ નીચે લાવવા.
-આ સ્થિતિમા આરામ કરો અને પછી પછી આ રીતે 5-10 વાર કરવું.

આ પણ વાંચો: Lockdown દરમિયાન તમે ઘરે બેઠા બેઠા તમારા આટલા બધા કામ પતાવી શકો છો
First published: March 26, 2020, 3:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading