મુંબઈ: કિડનીમાં પથરી ન થાય તેની અગાઉથી જ તકેદારી રાખવી જોઇએ. પરંતુ, જો શરીરમાં સ્ટોન બની જાય તો ગભરાવવાની જરૂર નથી. ખાસ કરીને પિતાશય અને કિડનીમાં પથરીના કેસો વધી રહ્યાં છે. આજે આપણે વાત કરવાના છીએ કિડનીની પથરી એટલે કે રેનલ સ્ટોન. કિડનીના કચરાને પગલે પથરીની સમસ્યા ઉભી થાય છે. કિડની કે અન્ય અંગોમાં પથરી સ્થિર રહે તો દુઃખાવો ઓછો રહે છે. પરંતુ, જો એ પથરી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થતી હોય તો તેનો દુઃખાવો અસહ્ય બની જાય છે. કિડનીમાં પથરી ન થવા દેવા કે પછી કિડનીમાં પથરી થઈ જાય તો તેને રોકવા માટેની નીચે મુજબના ઉપાયો કરી શકીએ છીએ.
1. કેલ્શિયમનું સેવન વધારવું :
કિડનીની પથરી પાછળ કેલ્શિયમની કમી હોવાની કલ્પનાને સાયન્ટીફિકલી પણ અપ્રુવલ મળ્યું છે. આહારમાં કેલ્શિયમના પૂરતા પ્રમાણમાં વપરાશ સાથે પથરીને રોકી શકાય છે. કેલ્શિયમથી ભરપૂર ખોરાક જેવા કે દૂધ, દહીં અને પનીર ઓક્સાલેટ સાથે મિશ્રિત થઈને ઓક્સાલેટ શોષણને અટકાવે છે.
2. મીઠું ઓછું કરવું :
જમવામાં મીઠાનું પ્રમાણ ઘટાડવું જરૂરી છે. જન્ક અને પ્રોસેસ્ડ ફૂડનું સેવન ઓછું કરવાથી સોડિયમનું પ્રમાણ ઓછું રહે છે. મીઠું માનવજાતિના પેશાબમાં કેલ્શિયમના ઉત્સર્જનને વધારે છે. વધુમાં, પશુ પ્રોટીન આહારમાં હાજર પ્યુરિન યુરિક એસિડ પણ પથરીમાં પરિણામે છે. તેથી તમારા એનીમલ પ્રોટીન ડાયેટનું સતત નિરીક્ષણ કરવાની સલાહ આપવામાં આવે છે.
મેગ્નેશિયમ તમારા શરીરમાં મેટાબોલિક પ્રતિક્રિયાઓ અને ઉર્જા ઉત્પાદન માટે ઉત્તમ ઉત્પ્રેરક છે. તે કેલ્શિયમ ઓક્સાલેટ કિડનીમાં પથરીની રચનાને રોકવામાં મદદરૂપ નીવડે છે. પ્રતિ દિવસ આહારમાં ન્યુનતમ 420 એમજી મેગ્નેશિયમ જરૂરથી લો. શરીરને સારી પ્રતિક્રિયા મળી રહી છે, તેની ખાતરી કરવા માટે મેગ્નેશિયમયુક્ત ખોરાક સાથે ઓક્સાલેટ સમૃદ્ધ ખોરાક લો. મેગ્નેશિયમની વધેલી હાજરી આંતરડામાં ઓક્સાલેટનું શોષણ ઘટાડે છે અને આમ કિડનીની પથરીને અટકાવે છે.
4. સાઇટ્રિક એસિડનું મહત્તમ સેવન :
લીંબુ, નારંગી અને ગ્રેપફ્રૂટ જેવા ફળોમાં હાજર સાઇટ્રિક એસિડ, કેલ્શિયમ ઓક્સાલેટ કિડનીના પથરીની રચનાને રોકવા માટે જાણીતા છે. તે કેલ્શિયમ સ્ફટિકો સાથે જોડાય છે અને પેશાબ દ્વારા આ સ્ફટિકો પસાર કરીને પથરીના કણોનું વિસ્તરણ અટકાવે છે.
માનવશરીરમાં હાઇડ્રેટેડ રહેવા જેવું કંઈ નથી. પેશાબમાં પથરી બનાવનારા પદાર્થોનું પ્રમાણ પૂરતા પ્રવાહીના વપરાશથી ભળી જાય છે. કિડનીની પથરીને ટાળવા માટે રસ, સૂપ અને હર્બલ ચાના રૂપમાં પુષ્કળ પાણી અથવા પ્રવાહીનું સેવન કરવાની ભલામણ કરવામાં આવે છે. જોકે સોડા, કૃત્રિમ રીતે મીઠા અથવા ખાંડ-મધુર ઠંડા(કોલા) પીણાનું સેવન અચૂકથી ટાળો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર