રવિવારે ન કરશો આ 1 કામ, આખું અઠવાડિયું સરળતાથી પસાર થશે

News18 Gujarati
Updated: July 7, 2019, 1:11 PM IST
રવિવારે ન કરશો આ 1 કામ, આખું અઠવાડિયું સરળતાથી પસાર થશે

  • Share this:
રોજ ઓફિસની ભગદોડના થાકના કારણે લોકો રવિવારે ઉંઘી રહેવાનું જ પસાર કરે છે અથવા મૂવી જોઈને. પરંતુ રવિવારે ઉંઘી રહેવાની ભૂલ ન કરશો. તેનાથી આખું અઠવાડિયું શરીરમાં આળસનો અનુભવ થાય છે. પણ રવિવારને આ રીતે પસાર કરવાથી આખું અઠવાડિયું સ્ફૂર્તિ સાથે અને સરળતાથી પસાર થવાની સાથે ટેન્શન અને થાક પણ ચપટી વગાડતા દૂર થશે.

1. મેનૂ પ્લાન કરો : સારા ખોરાકની અસર સીધી આપણા જીવન પર પડે છે. પરંતુ રસોઈઘરમાં ગયા બાદ ઘણી વખત સમજાતું નથી કે એવું શું બનાવીએ, જે ટેસ્ટીની સાથે હેલ્ધી પણ હોય. તો એ સારું રહેશે કે રવિવારે તમે આખા અઠવાડિયાનું મેનૂ નક્કી કરી શકો છો. રજા હોવાના કારણે આ પ્લાનિંગ સરળતાથી થઈ શકશે.

2. યોજના બનાવો: ઘણા એવા કામ હોય છે, જેને તમે લાંબા સમયથી ટાળતા રહેતા હોવ છો, તો તે કાર્યોની એક સૂચિ બનાવી લો અને ફુરસત મળતા એ એક એક કામ પતાવતા જાવ. ખરેખર લાગશે કે જીવન થોડું સુધારેલું લાગશે.

3. એક્સ્ટ્રા કરીક્યુલર એક્ટિવિટી: રોજિંદા કામકાજથી મુક્તિ હોવાથી તમે મનગમતી અને ઉત્તેજક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકો છો. જેમ કે- સ્વિમિંગ ક્લાસ, ડ્રાઇવિંગ ક્લાસ અથવા ડાન્સ ક્લાસમાં જોડાવ. કોઈક જગ્યાએ ટ્રીપની પણ યોજના કરી શકો છો.

4. પોતાનું ધ્યાન રાખો: રોજ ઑફિસ જવાની ભાગદોડમાં જાતે જ કાળજી લેવાનું અને સંભાળવું મુશ્કેલ બને છે. આવામાં રવિવારના દિવસે ત્વચા અને શરીરની સ્વચ્છતા પર ધ્યાન આપવું. સાથે સાથે વાળની ​​આરોગ્ય માટે પણ હેરપૅક અથવા મહેંદી સગાલી શકો છો.

5000 રૂ.થી પણ ઓછા બજેટમાં પાર્ટનર સાથે ફરી આવો આ 4 જગ્યાઓ
Loading...

5. કબાટ કરો સેટ: ઑફિસ જવાની ઉતાવળમાં ઘણી વખત આપણાં વીખાઈ જાય છે. કબાટ ખોલતા જ કપડાં આપણાં પર પડે છે. તેથી વધુ સારું છે કે રવિવારના દિવસે તમે તમારા કબાટને સેટ કરો. તમે ઇચ્છો તો દિવસની ગણતરીથી પણ કબાટમાં કપડાં સેટ કરી શકો છો. જેથી રોજિંદા કપડાંની પસંદગી કરતી વખતે તમારે વધારે સમય ન આપવો પડે.
First published: July 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...