મહેંદીમાં ઉમેરો આ 4 વસ્તુ અને પછી જુઓ કમાલ, વાળ બનશે મજબૂત

પ્રતીકાત્મક તસવીર

જો તમે પણ તમારા વાળની જાળવણી કરવા માંગો છો અને કેમિકલયુક્ત કલરથી પોતાના વાળને દૂર રાખીને કાળા રાખવા માંગો છો, તો તે જ મહેંદી તમારા બેસ્ટ વિકલ્પ છે.

  • Share this:
નવી દિલ્હી: મહેંદી સફેદ વાળને છૂપાવવા માટે વપરાય છે. પરંતુ મહેંદી માત્ર વાળમાં કલર જ નથી કરતી, તેમાં રહેલા ઔષધીય ગુણ વાળ માટે ઘણા ફાયદાકારક છે. વાળમાં મહેંદી લગાવવાથી ડેન્ડ્રફ દૂર થાય છે. સાથે જ તેનાથી માથામાં ઠંડક મળે છે. મેહંદીમાં જોવા મળતા એન્ટીબેક્ટેરિયલ ગુણ માથાને ઇન્ફેક્શનથી પણ બચાવે છે. મહેંદીના અનેક ફાયદાઓ છે. તે વાળને કલર કરવા સાથે તેને પોષણ પણ આપે છે. જો તમે પણ તમારા વાળની જાળવણી કરવા માંગો છો અને કેમિકલયુક્ત કલરથી પોતાના વાળને દૂર રાખીને કાળા રાખવા માંગો છો, તો તે જ મહેંદી તમારા બેસ્ટ ઓપ્શન છે. સાથે જ મહેંદીમાં થોડી અન્ય ચીજો ઉમેરવાથી પણ મોટો ફાયદો થાય છે.

વાળ માટે મહેંદી ઘણી રીતે ફાયદાકારક છે.મહેંદીના સતત ઉપયોગથી વાળમાં શાઈનિંગ આવે છે અને તે મજબૂત બને છે. તે વાળને રુક્ષ બનવાથી અટકાવે છે.

- આજ કાલ વાળમાં ડેન્ડ્રફ થવા એ સામાન્ય છે. જો તમે પણ ડેન્ડ્રફથી છૂટકારો મેળવવા માંગો છો, તો મહેંદી તમને ઉપયોગી થઇ શકે છે. જો તમને ડેન્ડ્રફ છે, તો તમે મહેંદીમાં લીંબુનો રસ ઉમેરીને તેને માથામાં લગાવી લો, ડેન્ડ્રફ દૂર થવા લાગશે.

આ પણ વાંચો: અમદાવાદ: KBCના નામે ફોન આવે તો ચેતજો, અમદાવાદની મહિલાએ ગુમાવ્યા 92 હજાર રૂપિયા

- મહેંદીની એક વિશેષતા તે પણ છે કે, તેના ઉપયોગથી તમને કોઈપણ પ્રકારનું નુકશાન નથી થતું. તે તમારા વાળને કુદરતી રીતે રંગવામાં મદદ કરે છે. વાળમાં ચમક પણ આવે છે. સાથે જ તમને કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય.

- વાળમાં મહેંદી લગાવવાથી તેમાં ચમક આવે છે અને વાળ મજબૂત થાય છે. વાળના મૂળ મજબૂત બને છે અને વાળ ઓછા ખરે છે. મહેંદી આપણા વાળને પોષણ આપીને મજબૂત રાખે છે.

આ પણ વાંચો:  પુત્રવધૂ સાથે આડા સંબંધમાં પિતાએ પુત્રની હત્યા કરી, એવી રીતે મોત આપ્યું કે સાંભળીને થરથરી જવાય

- વાળને રુક્ષ થતા અટકાવવા માટે મહેંદીમાં કેટલીક ચીજો ઉમેરી શકાય છે. કેટલીક ચીજો મહેંદીને ઓગાળ્યા પછી પણ ઉમેરી શકાય છે.

મહેંદીમાં ઉમેરો આ 4 ચીજો

- મહેંદીમાં તમે કોફી ઉમેરી શકો છો. જેનાથી વાળમાં કલર આવે છે અને વાળ સફેદ નથી દેખાતા.

- મહેંદીમાં ઈંડુ પણ ઉમેરી શકાય છે, જે વાળને પોષણ આપે છે અને રુક્ષ થતા અટકાવે છે.

આ પણ વાંચો: સુરત: પૈસાની લેતીદેતીમાં લોહીયાળ મારામારીનો Live વીડિયો, બે લોકોને જમીન પર ઢાળી દીધા

- મહેંદીમાં તમે ચા પત્તી ઉમેરીને લગાવી શકો છો, જેનાથી વાળ સોફ્ટ રહેશે.

- તમે મહેંદીમાં લીંબુનો રસ ઉમેરી શકો છો, જેનાથી ડેન્ડ્રફ દૂર રહેશે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. તેના પર અમલ પહેલા નિષ્ણાતનો સંપર્ક કરો.)
First published: