ઘરમાં હોય તે જ વસ્તુઓથી ફટાફટ આ રીતે બનાવો એકદમ સોફ્ટ ઘઉંની બ્રેડ

News18 Gujarati
Updated: May 30, 2020, 12:49 PM IST
ઘરમાં હોય તે જ વસ્તુઓથી ફટાફટ આ રીતે બનાવો એકદમ સોફ્ટ ઘઉંની બ્રેડ
આ બ્રેડમાં જો તમારે યીસ્ટ ન વાપરવું હોય તો તમે સામગ્રીમાં આપેલી વસ્તુ જેમકે દહીં, સોડા અને બેકિંગ પાવડર પણ વાપરી શકો છો.

આ બ્રેડમાં જો તમારે યીસ્ટ ન વાપરવું હોય તો તમે સામગ્રીમાં આપેલી વસ્તુ જેમકે દહીં, સોડા અને બેકિંગ પાવડર પણ વાપરી શકો છો.

  • Share this:
ઘઉંનાં લોટની ભાખરી કે રોટલી તો આપણે રોજ જ ખાતા હોઇએ છીએ. તો આજે આપણે ઘરે જ થોડી જ મિનિટોમાં બ્રેડ બનાવતા શીખીએ. આ બ્રેડમાં જો તમારે યીસ્ટ ન વાપરવું હોય તો તમે તેમા નીચે સામગ્રીમાં આપેલી વસ્તુ જેમકે દહીં, સોડા અને બેકિંગ પાવડર પણ વાપરી શકો છો.

સામગ્રી

300 ગ્રામ ઘઉંનો લોટ

એક મોટી ચમચી શુગર
એક મોટી ચમચી બટર
અડધો કપ દૂધએક નાની ચમચી મીઠું
જરૂરિયાત મુજબ પાણી
યીસ્ટ અથવા દહીં બે ચમચી, એક ચમચી સોડા અને અડધી ચમચી બેકિંગ પાવડર

બનાવવાની રીત

  • એક વાસણમાં ઘઉંનો લોટ લો. તેમા ખાડામાં દૂધ, ખાંડ, યીસ્ટ, બટર અને નમક નાખવાં. યીસ્ટ ઍક્ટિવેટ થાય ત્યાં સુધી રાહ જોવી. દૂધમાં ઉપર ફીણ આવવા લાગે એટલે સમજવું કે યીસ્ટ ઍક્ટિવેટ થઈ ગઈ છે. ત્યાર બાદ એમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને લોટ બાંધી લેવો.

  • લોટ બાંધતી વખતે એને દસથી પંદર મિનિટ માટે મસળવો. જેટલો વધુ મસળશો એટલી બ્રેડ સૉફ્ટ થશે. આ લોટ રોટલીના લોટ કરતાં પણ ઢીલો હોવો જોઈએ. લોટને ત્રીસેક મિનિટ ઢાંકીને મૂકી દો. ત્રીસેક મિનિટમાં લોટ ફૂલીને ડબલ સાઇઝનો થઈ જશે. એ પછી એને સહેજ હળવા હાથે મસળવો.

  • જો સ્લાઇસ બ્રેડ બનાવવી હોય તો એ માટેના ખાસ ટિનમાં એને પાથરો. ટિનમાં પાથરતાં પહેલાં એને બટરથી ગ્રીસ કરી લેવું. લોટને અંદર પાથર્યા પછી એની પર દૂધ અને પાણીનું બ્રશ ફેરવી દેવું. જો એમ નહીં કરો તો અવનમાં બેકિંગ દરમ્યાન ઉપરની સપાટી જલદી ડાર્ક થઈ જશે અને અંદરથી બ્રેડ બરાબર ચડશે નહીં.

  • આ ટિનને 12થી 15 મિનિટ માટે ફરી પ્રૂફિંગ માટે રહેવા દો અને સાથે અવનને 220 ડિગ્રી સેન્ટિગ્રેડ પર પ્રી-હિટ કરો. અવન પ્રી-હિટ થઈ જાય એટલે 180 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બ્રેડ બેક કરવા મૂકો.

  • સ્લાઇસ બ્રેડ હોય તો એને બેક થતાં 20 મિનિટ જેટલો સમય લાગે છે. અવનમાં બ્રેડ શેકાઈ જાય એ પછીથી એને બહાર કાઢીને ઠંડી પડવા દો. બરાબર ઠંડી પડે પછીથી એની સ્લાઇસ પાડો.


આ  પણ વાંચો - કેન્સરથી માંડીને ચહેરા પરની કરચલીઓને દૂર કરે છે ડુંગળી, તમને ખબર નહીં હોય આ ઉપાયો


આ પણ જુઓ - 

 
First published: May 30, 2020, 12:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading