Home /News /lifestyle /

ઘરમાં દરેકને ભાવશે અને ફટાફટ બનશે 'વેજ ચીઝ બોલ્સ'

ઘરમાં દરેકને ભાવશે અને ફટાફટ બનશે 'વેજ ચીઝ બોલ્સ'

વેજ ચીઝ બોલ્સ

    ચીઝ અને શાકભજીનું કોમ્બિનેશન છે 'વેજ ચીઝ બોલ્સ'. આને તમે બાળકો માટે નાસ્તામાં અને બ્રેકફાસ્ટમાં બનાવી શકો છો. તો જોઈએ તેની રીત.

    સામગ્રી : 1 કપ બારીક સમારેલું ગાજર, 1 કપ બારીક સમારેલું કેપ્સિકમ, 1 કપ બારીક સમારેલી કોબી, 1 કપ બારીક સમારેલી ડુંગળી, 2 કપ ગ્રેટેડ ચીઝ, એડધો કપ બારીક સમારેલી કોથમીર, 2 લીલાં મરચાં બારીક સમારેલાં, 1 ટે.સ્પૂન ચાટ મસાલો, અડધી ટી.સ્પૂન મરી પાઉડર, નમક સ્વાદ મુજબ, 8-10 સ્લાઈસ બ્રેડ, તળવા માટે તેલ.

    રીત

    • ગાજર, કેપ્સિકમ, કોબી, ડુંગળીમાં નમક મિક્સ કરી થોડી વાર મૂકી રાખો.
      પછી તેમાં પાણી છૂટયું હોય તે દબાવીને કોરું કાઢી નાખી વેજિટેબલ્સ કોરાં કરી નાખો.

    • ત્યાર બાદ તેમાં લીલાં મરચાં, કોથમીર, ચાટ મસાલો, મરી પાઉડર તથા ચીઝ મિક્સ કરી લો.

    • હવે બ્રેડ સ્લાઈસને સહેજ ટાઈમ જ પાણીમાં બોળી કાઢી લો અને બે હાથ વચ્ચે દબાવી પાણી કાઢી લો.

    • તે સ્લાઈસમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી બંધ કરી તેના બોલ્સ બનાવી, તેલમાં ડિપ ફ્રાય કરી લો અને કેચઅપ સાથે સર્વ કરો.


    આ પણ વાંચો : કોરોનાને કારણે ઘરમાં વધારે સમય વિતાવો છો? તો બનાવો ચટાકેદાર 'પ્યાજ કચોરી'
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Lifestyle, આરોગ્ય, રેસીપી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन