ઘરે ફ્રીઝમાં રાખો આ ચીજ, ક્યારેય બહાર નહીં જવું પડે ટેસ્ટી સેન્ડવીચ ખાવા માટે

 • Share this:
  જો તમારા ઘરમાં મેયોનીઝની ડબ્બો હંમેશા ફ્રીઝમાં રાખશો તો તેમાંથી ઘણી વધી વેરાઈટી તમે બનાવી શકો છો. કારણ કે મેયોનીઝ એ એક એવી ટેસ્ટી સામગ્રી છે જે દરેક વાનગીનો ટેસ્ટ વધિ સ્વાદિષ્ટ બનાવી દે છે. આ જ રીતે તમે વેજીટેબલની જગ્યાએ મેયોનીઝમાં મનગમતા ફ્રૂટ્સ ઉમેરી મેયોનીઝ ફ્રૂટ્સ સેન્ડવીચની પણ મજા માણી શકો છો.

  વેજ. મેયો સેન્ડવીચ બનાવવાની સામગ્રી:

  બ્રેડ
  મેયોનીઝ
  કોબીજ
  ગાજર
  કેપ્સીકમ
  લીલાં મરચાં
  બ્લેક ઓલિવ
  બટર
  મીઠું
  ચીલી ફ્લેક્સ
  ઓરેગાનો
  ચીઝ
  ચાટ મસાલો

  વેજ. મેયોનીઝ સેન્ડવીચ બનાવવાની રીત :

  એક બાઉલ માં મેયોનીઝ લઈ તેમાં ઝીણી સમારેલી કોબીજ, ગાજરની છીણ, ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણા સમારેલા લીલાં મરચાં, ઓલિવ, મીઠું, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી બરોબર મિક્સ કરી લો. ત્યારબાદ બ્રેડની કોર્નર કાપી તેના પર બટર લગાવો. સ્લાઈસ પર બટર લગાવી તેની ઉપર મેયોનીઝનું બનાવેલું સ્ટફિંગ મૂકો. તેની ઉપર ચીઝ ખમણી ચાટ મસાલો સ્પ્રીંકલ કરી તેની ઉપર બીજી સ્લાઈસ મૂકો. પછી તેને ગ્રીલરમાં ગ્રીલ કરી લો. જો ગ્રીલર ન હોય તો તવા ઉપર થોડું બટર લગાવી તેને બંને બાજુથી શેકી લો. થઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ પીસ કરી ગરમા ગરમ સર્વ કરો. તેની સાથે તમે કેચઅપ પણ સર્વ કરી શકો છો.

  આ સેન્ડવીચ માટે તમામ સામગ્રીઓનું પ્રમાણ તમારા સ્વાદ અનુસાર કરવો. તમને જે વધુ ભાવતું હોય તે સામગ્રીના વધઘટ કરી શકો છો.
  Published by:Bansari Shah
  First published: