લાઈનમાં ઉભા પછી પણ મોંઘા ગાંઠિયા ખાવા કરતા, ફટાફટ આ રીતે ઘરે બનાવો વણેલા ગાંઠિયા

તહેવારોના દિવસે તેના ભાવમાં પણ વધારો કરી દેવામાં આવે છે. અને આવા સંજોગોમાં મજા ઘણી વખત સજા જેવી લાગવા લાગે છે. ત્યારે ચાલો ઘરે જ બનાવતા શીખવી દઈએ આપને ઓછી મહેનતે ઝટપટ બનાવી દેવાય તેવા વણેલા ગાંઠિયા બનાવતા...

News18 Gujarati
Updated: October 7, 2019, 3:39 PM IST
લાઈનમાં ઉભા પછી પણ મોંઘા ગાંઠિયા ખાવા કરતા, ફટાફટ આ રીતે ઘરે બનાવો વણેલા ગાંઠિયા
વણેલા ગાંઠિયા
News18 Gujarati
Updated: October 7, 2019, 3:39 PM IST
તહેવારોની સીઝન હોય કે સવાર સવારમાં ભૂખ લાગી હોય, ફાફડા કે ગાંઠિયા દરેકની પહેલી પસંદ કહેવાય છે. અને એમાં પણ દશેરાના તહેવારના દિવસે તો અવશ્ય ફાફડા-જલેબી લેવા માટે તેની દુકાનો પર પડાપડી હોય છે. ભીડ અને લાંબી લાઈનોથી કંટાળી તો જવાય છે, પણ સાથે તહેવારોના દિવસે તેના ભાવમાં પણ વધારો કરી દેવામાં આવે છે. અને આવા સંજોગોમાં મજા ઘણી વખત સજા જેવી લાગવા લાગે છે. ત્યારે ચાલો ઘરે જ બનાવતા શીખવી દઈએ આપને ઓછી મહેનતે ઝટપટ બનાવી દેવાય તેવા વણેલા ગાંઠિયા બનાવતા...

વણેલા ગાંઠિયા બનાવવા માટેની રીત:

2 કપ ચણાનો લોટ

1/2 ચમચી અજમો
1 ચમચી મરી પાવડર
1/4 ચમચી ખાવાનો સોડા
Loading...

મીઠું સ્વાદ મુજબ
તેલ તળવા માટે
ચાટ મસાલો
લીલાં મરચાં
લીલી ચટણી

વણેલા ગાંઠિયા બનાવવા માટેની સરળ રીત:
સૌ પ્રથમ એક વાટકામાં ચણાનો લોટ લઈ તેમાં મીઠું મિક્સ કરી લો. પછી તેમાં અજમો, મરી પાવડર અને ખાવાનો સોડા ઉમેરી મિક્સ કરી લો. તેમાં જરૂર મુબજ પાણી નાખતા જઈ થોડો નરમ લોટ બાંધી લો. પછી તળવા માટે તેલ ગરમ કરવા મૂકો. પછી એક બાંધેલા લોટમાંથી થોડો લોટ લેતા જઈ ગાંઠિયા ને હાથે થી વણવા લાગો. તેલ ગરમ થાય પછી તેમાં ધીમે ધીમે ગાંઠિયા નાખતા જઈ ધીમા તાપે તળી લો. તળાઈ જાય એટલે તેને ડીશમાં કાઢી તેની ઉપર થોડો ચાચ મસાલો કે મરી પાવડર છાંટો.

હવે લીલાં મરચાં લઈ તેને વચ્ચે કટ મૂકી બીજ કાઢી લો. જેથી મરચાંની તીખાશ થોડી ઓછી થઈ જાય. તેને ગરમ તેલમાં તળી એક પ્લેટમાં કાઢી તેની ઉપર સહેજ મીઠું ભભરાવી દો, જેથી મરચાં મોળાં ન લાગે.

ત્યારબાદ સર્વિંગ પ્લેટ લઈ તેમાં ગરમા ગરમ વણેલાં ગાંઠિયા મૂકી તેને તળેલા મરચાં અને લીલી ચટણી સાથે સર્વ કરો.
First published: October 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...