રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ શરૂ થયો છે. જેથી ઘરમાં બધાને ચટાકેદાર ખાવાનું ગમતું હોય છે. તો આજે આપણે જાણીએ કે ચટાકેદાર વાનગી સેવઉસળ કઇ રીતે બનાવાય છે.
સામગ્રી
1/25 કપ – વટાણા (સૂકા)
3 મોટી ચમચી – તેલ
1 ચમચી – જીરૂ
1/2 ચમચી – રાઇ
1/2 ચમચી – હીંગ
1 નંગ – ડુંગળી (સમારેલા)
1 નંગ – ટામેટા (સમારેલા)
1/2 ચમચી – હળદર
1/2 ચમચી – ધાણા જીરૂ
1/4 ચમચી – જીરૂ પાઉડર
1 ચમચી – લાલ મરચું
1 ચમચી – ગોળ
4 મોટી ચમચી – આંબલીની ચટણી
સ્વાદાનુસાર – મીઠું
સજાવટ માટે
1 કપ – સેવ
1 નંગ – ટામેટું
1 નંગ – ડુંગળી
2 ચમચી – કોથમીર
આ પણ જુઓ -
બનાવવાની રીત
- સૌ પ્રથમ સેવ ઉસળ બનાવવા માટે લીલા વટાણાને પાંચથી છ કલાક પલાળી રાખો.
- હવે એક કૂકરમાં તેને 2-3 સીટી વગાડીને બાફી લો.
- હવે એક કઢાઇ લો તેમા તેલ ગરમ કરો. ત્યાર પછી તેમા રાઇ, જીરૂ, હીંગ ઉમેરી લો. તેને સાંતળી લો. હવે તેમા ડુંગળી, ટામેટા ઉમેરો. નરમ થાય ત્યા સુધી સાંતળી લો.
- હવે તેમા મીઠું, લાલ મરચું, હળદર અને ગરમ મસાલો ઉમેરી બરાબર હલાવી લો. હવે તેમા આંબલીની ચટણી અને ગોળ ઉમેરી ચઢવા દો.
- હવે તેમા વટાણા અને બાફેલા બટેટા મેશ કરીને ઉમેરો. તેમા થોડૂક પાણી ઉમેરો.
- હવે આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ચઢવા દો. તૈયાર છે રગડો.
- હવે આ રગડાને એક બાઉલમાં કાઢી લો અને ઉપરથી સેવ, સમારેલી ડુંગળી, ટામેટા, કોથમીર ઉમેરીને ગાર્નિશ કરો. તે સિવાય તમે ઉપરથી લસણની ચટણી, લીલી ચટણી અને દહીં પણ ઉમેરી શકો છો.