પાપડી ગાંઠિયા બનાવતી વખતે ધ્યાનમાં રાખો ફક્ત આ એક વાત #Recipe

News18 Gujarati
Updated: September 22, 2019, 2:02 PM IST
પાપડી ગાંઠિયા બનાવતી વખતે ધ્યાનમાં રાખો ફક્ત આ એક વાત #Recipe

  • Share this:
ચાલો જાણીએ બહારના જેવા જ ટેસ્ટી અને સોફ્ટ પાપડી ગાંઠિયા કેવી રીતે બનાવી શકાય? તે માટે તમારે નીતે જણીવેલી રીતને ચોક્કસ અનુસરવું પડશે. ચાલો જાણીએ તેને બનાવવાની રીત..

પાપડી ગાંઠિયા બનાવવા માટેની સામગ્રી:

1 નાની વાટકી તેલ

ચણાનો લોટ જરુર મુજબ
2 વાટકી પાણી
ચપટી હળદરચપટી સોડા
1 ચમચી મરી પાવડર
1 ચમચી અજમો
1 ચમચી હીંગ
મીઠું સ્વાદ મુજબ
તેલ તળવા માટે
1/2 ચમચી સંચળ પાવડર
1 ચમચી ચાટ મસાલો

પાપડી ગાંઠિયા બનાવવા માટેની રીત:  સૌ પ્રથમ એક મોટી વાટકીમાં તેલ, પાણી, અજમો, મરી, હીંગ, મીઠું, સંચળ પાવડર, હળદર, સોડા બધું મિક્સ કરી લો. તેને હેન્ડ બીટરથી સરખી રીતે એક જ દિશામાં ખૂજ ફીણી લો. પછી તેમાં જેટલો સમાય એટલો લોટ ઉમેરતા જઈ તેમાંથી સોફટ લોટ બાંધી લો. ત્યારબાદ તેલને થોડું ગરમ કરી લો. તેલ ગરમ થાય એટલે પછી ફાફડા માટેનો જારો લઈ તેના પર થોડો થોડો લોટ લઈને ઘસો. તેલ ગરમ કરી ધીમી આંચ પર રાખવુ. તળાઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢી તેના ઉપર લાલ મરચું, મીઠું, સંચળ કે ચાટ માસાલો અથવા મરી પાવડર ભભરાવી સર્વ કરો. આ ફાફડા ગરમા ગરમ જ સર્વ કરો. ફાફડાને ચા સાથે અથવા જલેબી અને પપૈયાના સંભારા સાથે પણ સર્વ કરી શકાય છે.

શરદી, ખાંસી, ગુમડાં, દાદર, ખરજવા જેવી અનેક સમસ્યાઓમાંથી રાહત અપાવશે આ Tips

રાનૂ મંડલનુ નવું ગીત થયું Viral, આ સાંભળી તેનું પહેલા ગાયેલું ગીત પણ ભૂલી જશો

મોંઢામાં આ ચીજ રાખવાથી સ્મોકિંગની આલત છૂટી શકે છે- રિસર્ચ

પચવામાં સરળ એવું બાજરીના લોટનું ગરમા ગરમ ખીચું #Recipe
First published: September 22, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading