મોહનથાળ બનાવતી વખતે આ રીતે બનાવો ચાસણી, સ્વાદિષ્ટ બનશે આ મીઠાઈ

News18 Gujarati
Updated: October 25, 2019, 3:07 PM IST
મોહનથાળ બનાવતી વખતે આ રીતે બનાવો ચાસણી, સ્વાદિષ્ટ બનશે આ મીઠાઈ
મોહનથાલ Recipe

ચાલો જાણી લઈએ મોહનથાળ બનાવવામાં શું ગડબડ થઈ જાય છે..

  • Share this:
ચાલો જાણી લઈએ મોહનથાળ બનાવવામાં શું ગડબડ થઈ જાય છે.. આ મોહનથાળ બનાવતી વખતે આ રીતે બનાવો ચાસણી, નહીં બગડે તમારી આ મીઠાઈ.. નોંધી લો મોહનતાળ બનાવવાની સરળ રીત.. આ માટે તમારે નીચે મુજબ સામગ્રીની જરૂર પડશે.

મોહનથાળ બનાવવા માટેની સામગ્રી

250 ગ્રામ ચણાનો કકરો લોટ

150 ગ્રામ ચોખ્ખું ઘી
180 ગ્રામ સાકર
2 મોટી ચમચી દૂધઈલાયચી પાવડર
જાયફળ પાવડર
ફૂડ કલર
1/2 કપ + 1 મોટી ચમચી પાણી

મોહનથાળ બનાવવા માટેની રીત-  સૌ પ્રથમ દૂધને સહેજ ગરમ કરી લો. ધ્યાનમાં રાખો દૂધ ઠંડુ ન હોવું જોઈએ. આ દૂધમાં થોડું ઘી એડ કરી લો.આ મિશ્રણને 20 સેકેંડ માટે માઈક્રોવૅવ કરી લો અથવા ગેસ ઉપર સહેજ ગરમ કરી લો. ગરમ થાય એટલે આ દૂધને ચણાના કકરા લોટમાં ઉમેરી સરખું હલાવી લો. આ પ્રક્રિયાને ધાબો આપવો કહેવામાં આવે છે.
હવે મિક્સ કર્યા બાદ જે ઘઉં ચાળવાની ચારણી લઈને આ લોટને ચાળી લો.ત્યારબાદ એને સરસ રીતે હાથથી મિક્સ કરી લો.

ત્યાર બાદ એક કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં બેસન એડ કરો. અને તેને સ્લો ટુ મીડીયમ ફ્લેમ ઉપર શેકવાનું છે. તેને મિક્સ કરી લેવો જયારે શરૂઆતમાં એને મિક્સ કરસો તો તે એકદમ ડ્રાય લાગશે, પણ એ જેમ જેમ શેકાતો જેસે તેમ તેમ તેમાંથી ઘી છુટું પડતું જશે. આને શેકવામાં સજેજ પણ ઉતાવળ ન કરશો, તેને શાંતિથી સેકવાનો છે. સાથે આપણે ચાસણી પણ તૈયાર કરીશું એક વાસણમાં ખાંડ અને પાણી ગરમ કરવા મૂકો. એને પણ આપણે સ્લો ટુ મીડીયમ ગૅસ ઉપર ગરમ કરીશું. અને વચ્ચે તે લોટને હલાવતા રહેવાનું છે. જયારે ખાંડ ઓગાળવા લાગે ત્યારે ગૅસને મીડીયમ રાખી તેને પણ ચડવા દેવાની છે. લોટને હલાવતા તમે જોઈ શકો છો કે જેમ જેમ તમે લોટને હલાવશો તેમ તેમ એમાંથી થોડું ઘી છૂટું પાડવા લાગ્યું હશે. લોટને હલાવતા રહેવાનો છે. આમ 8 થી 10 મિનિટ પછી તેમાં ઉભરો આવવા લાગશે. પછી તેને સતત હલાવતા રહેવાનું છે અને ચાસણીને પણ હલાવતા રહેવાનું છે. જયારે આપણે મોહનથાળમાં ચાસણી ઉમેરીયે, ત્યારે ચાસણી ગરમ હોવી જોઈએ એટલે તમારે બંને પ્રક્રિયા સાથે કરવાની છે. આપણે આ લોટને ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકવાનો છે. અને ચાસણી માંથી એક ટીપું એક ડીશમાં લઇ તેને ઠંડુ કરવા મૂકી દો અને જયારે તે ઠંડુ થઇ જાય ત્યારે ડીશને ઉભી કરી જોવાનું છે કે ટીપું જરા પણ હલવું ના જોઈએ. જો હલે તો તેને હજુ ગરમ થવા દો. જો ચાસણી થઇ જાય ત્યારે તેમાં થોડો ઓરેન્જ ફૂડ કલર અથવા કેસર ઉમેરો. લોટને હલાવતા રહેશું, જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકી લઈશું. સાથે એક મોલ્ડ કે થાળીને પણ ઘી થી ગ્રીસ કરી લઈશું. જયારે તે ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યારે ગેસને ધીમે કરી દેવાનું અને જે આપણે ચાસણી તૈયાર કરી ને રાખી છે તેને એક વાર હલાવી દેવાનું અને તેમાં એડ કરી નાખીશું. ચાસણી એડ કરતી સમયે પણ લોટને હલાવતા રહેવાનું છે. બધી ચાસણી એડ કર્યા બાદ તેને સરસ રીતે મિક્સ કરી લો. પછી તેમાં ઈલાયચી અને જાયફળ નો પાઉડર ઉમેરી તેને એક વાર ફરી તેને હલાવી લો. ત્યારબાદ તેને ગ્રીસ કરેલા મોલ્ડ કે થાળી માં પાથરી તેની ઉપર ચારોળી અને સમારેલા બદામ, પિસ્તા ભભરાવો. હવે આ મોહનથાળને સેટ થવા માટે ર7 થી 8 કલાક રહેવા દો. પછી તેની પીસ કરી ડબ્બામાં ભરી લો. અને ઈચ્છા થાય ત્યારે સર્વ કરી આનંદ માણો.

ઘરમાંથી ભાગી જશે બધી જ ગરોળીઓ, આ ચીજ નથી ગમતી ગરોળીને

દિવાળી પર પોતાની રાશિ મુજબ કઈ ચીજ ખરીદશો અને કઈ ચીજનું દાન કરશો

ધનતેરસે 1 નહીં આટલા ઝાડુ ખરીદવાથી ધનપ્રાપ્તિ, ન કરશો આ ભૂલ
First published: October 25, 2019, 2:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading