આ રીતે બનાવો મિક્સ ભજિયાં, આટલી ચીજોમાંથી પણ બનાવી શકાય છે ટેસ્ટી ભજિયાં

ગુજરાતીઓનું પ્રિય ફરસાણ અને ગરમ નાસ્તામાં સૌ ને ભાવે તેવા મિક્સ ભજિયાં..

ગુજરાતીઓનું પ્રિય ફરસાણ અને ગરમ નાસ્તામાં સૌ ને ભાવે તેવા મિક્સ ભજિયાં..

 • Share this:
  આપણાં ગુજરાતીઓનું પ્રિય ફરસાણ અને ગરમ નાસ્તો ભજિયાં, આ રીતે બનાવો.. આટલી ચીજોમાંથી પણ બનાવી શકાય છે ટેસ્ટી ભજિયાં.. ચાલો જાણીએ આ મિક્સ ભજિયાં બનાવવાની રીત...

  ભજિયાં બનાવવા માટેની સામગ્રી :
  2 કપ ચણાનો ઝીણો લોટ
  1 ચમચી મરચું
  ચપટી હળદર
  ચપટી ધાણાજીરું
  ચપટી ગરમ મસાલો
  1 ચમચી કણકીનો લોટ
  ચપટી સાજીનાં ફૂલ/ ખાવાનો સોડા
  બટાકા
  ડુંગળી
  લીલાં મરચાં
  કેળાં
  કોળું
  રીંગણ
  રતાળુ
  અજમાના પાન
  પોઇના પાન
  તેલ પ્રમાણ સર
  મીઠું પ્રમાણ સર

  ભજિયાં બનાવવા માટેની રીત:
  ચણાનો લોટ લઇ તેમાં બધો માસાલો નાખી ખીરું તૈયાર કરી લો.
  કેળા કે મરચાંનાં ભજિયાં કરવા હોય તો ખીરું જાડું રાખવું, પહેલાં ભજિયાં ઊતારી પછી ખીરું ઢીલું કરવું.
  બટાકા, ડુંગળીનાં પાતળી સ્લાઈસ કરવી અને કેળાંની થોડી જાડી સ્લાઈસ કરવી. આ જ રીતે દરેક શાકની સ્લાઈસ કાપી લો.
  મરચાંમાં કાપો કરી બિયાં કાઢી તેમાં મીઠું અને ધાણાજીરું ભરવાં.
  હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. જેનાં ભજિયાં કરવા હોય તેની સ્લાઈસ ખીરામાં બોળી તેલમાં તળી લો. આમ વારાફરતી બધાં ભજિયાં ઊતારી લો. તળાઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપરથી સહેજ ચાટ મસાલો ભભરાવી ગરમા ગરમ જ લીલી ચટણી કે કેચઅપ સાથે સર્વ કરો.
  Published by:Bansari Shah
  First published: