આ દાળનો ઉપયોગ કરી લસણ-ડુંગળી વગર બનાવો અતિ સ્વાદિષ્ટ વઘારેલી ખીચડી

આ ખીચડીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે શરીરનું વજન પણ કંટ્રોલમાં રાખે છે. સાથે આ ખીચડી Spicy અને હેલ્ધી હોય છે.

News18 Gujarati
Updated: October 3, 2019, 2:47 PM IST
આ દાળનો ઉપયોગ કરી લસણ-ડુંગળી વગર બનાવો અતિ સ્વાદિષ્ટ વઘારેલી ખીચડી
આ ખીચડીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે શરીરનું વજન પણ કંટ્રોલમાં રાખે છે. સાથે આ ખીચડી Spicy અને હેલ્ધી હોય છે.
News18 Gujarati
Updated: October 3, 2019, 2:47 PM IST
આપણે ગુજરાતીઓ ખાવાના ઘણા શોખીન હોીે છે. દરેક લોકોની વાનગી બનાવવાની રીત પણ  અવનવી હોય છે. તો આજે આપને શીખવા મળવાની છે  મગની ફોતરીવાળી દાળની ખીચડી. આ ખીચડી એટલી બધી સ્વાદિષ્ટ હોય છે કે  તેને જોઈને જ તમારા મોંમાં પાણી આવી જશે. ચાલો જાણીએ કેવી રીતે તૈયાર કરશો આ ખીચડી.

મગની ફોતરીવાળી દાળની ખીચડી બનાવવા માટેની સામગ્રી:

1 કપ મગની ફોતરીવાળી દાળ

2 કપ ચોખા
5 કપ પાણી
2 લીલાં મરચા
Loading...

1/2 ચમચી હળદર
1 ચમચી જીરૂ
1 ટૂકડો તજ
1/2 ચમચી હીંગ
7-8 નંગ કાળામરી
મીઠું સ્વાદ અનુસાર
4 ચમચી ઘી

મગની ફોતરીવાળી દાળની ખીચડી બનાવવા માટેની રીત : સૌપ્રથમ એક તપેલીમાં મગની ફોતરીવાળી દાળ અને ચોખા લઈને તેને સરખી રીતે 3થી 4 વખત ધોઈને તેને 1 કલાક માટે પાણીમાં પલાળવા દો.

ત્યારબાદ એક કૂકર લઈને તેમાં ઘી ઉમેરી ગરમ થાય એટલે તેમાં જીરાનો વઘાર કરો. પછી તેમાં હીંગ, કાળા મરી, લીલાં મરચાં, હળદર અને તડનો ટૂકડો ઉમેરી સહેજ શેકી લો. પછી પલાળેલા દાળ-ચોખામાંથી પાણી નીતારી કૂકરમાં ઉમેરો.પછી તેમાં મીઠું અને પાણી ઉમેરી 3 છી 4 સીટી વગાડી લો. કૂકરમાંથી વરાળ નીકળી જાય એટલે ઢાંકણું ખોલી હલાવી લો. પછી સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપર કોથમીરથી ગાર્નિશ કરી ગરમા ગરમ જ સર્વ કરો. આ ખીચડીને કઢી, ડુંગળી-બટેટાનું રસાવાળું શાક, છાશ, પાપડ સાથે અથાણા સાથે પણ સર્વ કરી શકો છો. મગની ફોતરીવાળી દાળ આપણા શરીર માટે ખૂબ જ લાભકારી છે. અને તેના ફોતરાં આપણાં પાચનને પણ સક્રિય બનાવે છે. તેથી મગની ફોતરીવાળી દાળનો ઉપયોગ કરવો ઘણો લાભકારી સાબિત થાય છે.

આ પણ વાંચો- પુરુષોની દાઢીમાં કુતરાના વાળ કરતા વધુ જોખમી બેક્ટેરિયા: રિસર્ચ

આ પણ વાંચો- મચ્છર ભગાડવા માટે આજે જ કરો આ ઘરેલું ઉપચાર, , લવિંગથી ભગાડો મચ્છર

આ પણ વાંચો-  #કામની વાત: ફેમિલી પ્લાનિંગના ઑપરેશન પછી ગર્ભ નિરોધક વાપરવું પડે?
First published: October 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...