Home /News /lifestyle /આ રીતથી ઘરે જ બનાવો બહાર જેવી ચટાકેદાર દહીંપુરી

આ રીતથી ઘરે જ બનાવો બહાર જેવી ચટાકેદાર દહીંપુરી

આપણે ઘરે દહીંપુરી તો બનાવતા જ હોઇએ છીએ. પરંતુ બહાર જેવો ટેસ્ટ આવતો નથી.

આપણે ઘરે દહીંપુરી તો બનાવતા જ હોઇએ છીએ. પરંતુ બહાર જેવો ટેસ્ટ આવતો નથી.

    અમદાવાદ : આપણે ઘરે દહીંપુરી તો બનાવતા જ હોઇએ છીએ. પરંતુ બહાર જેવો ટેસ્ટ આવતો નથી. તો આજે આપણે જોઇશું કે દહીંપુરી કઇ રીતે બનાવવાથી એકદમ ચટાકેદાર બને છે.

    સામગ્રી
    200 ગ્રામ – બટેટા
    100 ગ્રામ – બાફેલા ચણા
    1 મોટી ચમચી – લીલા મરચાની પેસ્ટ
    1 કપ – તીખી બુંદી(મમરી)
    1/2 કપ – સમારેલી ડુંગળી
    1/2 કપ – લસણની ચટણી
    1/2 કપ – કોથમીર –ફુદીનાની ચટણી
    1 કપ – ગળ્યું દહીં
    1 ચમચી – જીરાનો પાઉડર
    1/2 ચમચી – સંચળ
    2 ચમચી – સમારેલી કોથમીર
    1/2 કપ – ઝીણી સેવ
    30 નંગ – પકોડી
    સ્વાદાનુસાર – મીઠું

    આ પણ વાંચો - કોરોનાથી બચવા ઘરે જ માસ્ક બનાવવું છે? જાણો કેવા પ્રકારનું કપડું વધારે અસરકારક રહેશે!

    બનાવવાની રીત

    • સૌ પ્રથમ બાફેલા બટેટા અને ચણાને એક બાઉલમાં લઈને બરાબર મસળી લો. આમ કરવાથી પકોડી જેવો જ માવો તૈયાર થઈ જશે.

    • માવો મસળી લો પછી તેમાં લીલા મરચાની પેસ્ટ, મીઠું, લાલ મરચુ અને તીખી બૂંદી ઉમેરીને બરાબર મિક્સ કરો.

    • પાણીપુરીની પુરીમાં વચ્ચે કાંણુ પાડો. તેમાં બટેટાનું મિશ્રણ ભરો અને તેના પર ડુંગળી ભભરાવો. હવે તેમા ગળ્યું દહીં ઉમેરો.

    • ત્યાર પછી કોથમીર-ફૂદીનાની લીલી ચટણી અને લસણની ચટણી ઉમેરો. છેલ્લે ફરીથી દહીં ઉમેરો.

    • આ રીતે બધી જ પૂરીમાં માવો અને ચટણીઓ ઉમેરાઈ જાય પછી તેના પર જીરુ પાવડર, લાલ મરચુ અને સંચળ ઉમેરો.

    • ત્યાર બાદ ઉપરથી સેવ ભભરાવો. તેના પર તમે ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી શકો છો. તૈયાર છે સ્વાદિષ્ટ દહીં પુરી.


    લૉકડાઉનમાં પુરી પણ તમે ઘરે જ બનાવી શકો છો. તો જોઇએ પુરી બનાવવાની રીત

    સામગ્રી :

    નાની સોજી (1 કપ)
    મેદો (1 ચમચી)
    મીઠું( 1/2 ચમચી)
    ગરમ પાણી (1/2 કપ)
    તળવા માટે તેલ

    બનાવવાની રીત :

    ઉપર જણાવેલ સામગ્રીઓને ભેગી કરી થોડીક કઠણ કણક બાંધી લો. આ પુરી ના લોટ ને 20 મિનિટ સુધી રહેવા દો. પછી બનાવી પુરી તળી ને 2 કલાક સુધી બહાર રાખવી.
    First published: