સ્ટ્રીટફૂડના શોખીનોને ખૂબ જ પસંદ આવે તેવી મકાઈના દાણાની ભેળ

News18 Gujarati
Updated: September 11, 2019, 9:33 AM IST
સ્ટ્રીટફૂડના શોખીનોને ખૂબ જ પસંદ આવે તેવી મકાઈના દાણાની ભેળ

  • Share this:
મકાઈના દાણાની ભેળ

મકાઈના દાણાની ભેળ બનાવવા માટેની સામગ્રી :-

1 કપ બાફેલા મકાઈ દાણા

બાફેલા બટેટા
1/2 કપ ટામેટા
1/2 કપ ડુંગળી1/4 કપ ફોતરા વગરની ખારી સીંગ
4 ચમચી તળેલી મસાલા વાળી ચણાની દાળ
4 ચમચી જાડી સેવ
1/2 કપ ફરસી પૂરીનો ભૂકો
ચપટી સંચળ પાવડર
ચપટી લાલ મરચું પાવડર
ખજુર આમલીની ચટણી
લીંબુનો રસ

મકાઈના દાણાની ભેળ બનાવવાની રીત :-
સૌ પ્રથમ મકાઈના દાણા કાઢીને મીઠું નાખી બાફી લેવા. બફાઈ જાય પછી થોડીવાર તેvs પાણીમાં જ રાખીને પછી ચારણીમાં પાણી નીતારી લઈ કોરા કરી લો. ખજૂર અને આમલીને બાફી તેમાં ગોળ, જીરું, લાલ મરચું પાવડર અને સંચળ પાવડર મિક્સ કી પલ્પ કાઢી ઘટ્ટ ચટણી તૈયાર કરી લો. હવે સર્વિંગ બાઉલ લઈ તેમાં એક પછી એક બધી સામગ્રી મિક્સ કરતા જઈ ચટણી અને મસાલા ઉમેરી હલાવી લો. ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી લીંબુનો રસ ઉમેરી સર્વ કરો. તો તૈયાર છે મકાઈના દાણાની ભેળ.
First published: September 11, 2019
વધુ વાંચો
अगली ख़बर