આ રીતે બનાવો ટેસ્ટી બ્રેડ પકોડા, આટલી વસ્તુઓ અવશ્ય ઉમેરજો

આવી રીતે બનાવો ટેસ્ટી બ્રેડ પકોડા આટલી વસ્તુઓ અવશ્ય ઉમેરજો, વરસાદની મજા વધી જશે

News18 Gujarati
Updated: June 15, 2019, 5:31 PM IST
આ રીતે બનાવો ટેસ્ટી બ્રેડ પકોડા, આટલી વસ્તુઓ અવશ્ય ઉમેરજો
આવી રીતે બનાવો ટેસ્ટી બ્રેડ પકોડા આટલી વસ્તુઓ અવશ્ય ઉમેરજો, વરસાદની મજા વધી જશે
News18 Gujarati
Updated: June 15, 2019, 5:31 PM IST
આવી રીતે બનાવો ટેસ્ટી બ્રેડ પકોડા

બ્રેડ પકોડા બનાવવા માટેની સામગ્રી:

1 પેકેટ બ્રેડ

8 બાફેલા બટેકા
3 ડુંગળી
1/2 ચમચી હીંગ
Loading...

2 વાટકી બેસન
ચપટી સોડા
2 ચમચી લીંબુનો રસ
1 ચમચી આદુ મરચાંની પેસ્ટ
2 ચમચી મરચું
મીઠું
હળદર, અજમો
તેલ તળવા માટે
પાણી

સ્ટફિંગ બનાવવા માટે- સૌ પ્રથમ બાફેલા બટેકાની છાસ કાઢી મેશ કરી લો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી, આદુ મરચાં ની પેસ્ટ, મીઠું, લીંબુનો રસ, લાલ મરચું અને હળદર ઉમેરી બધું જ સરખું મિક્સ કરી લો.

ત્યારબાદ એક મોટા બાઉલમાં બેસન લઈ તેમાં મીઠું, હિંગ, અજમો ઉમેરી જરૂર મુજબ પાણી નાખી ભજીયાં જેવું ખીરું તેયાર કરો. હવે એ ખીરામાં ચપટી સોડા ઉમેરી તેના પર 2 ટીપા લીંબુનો રસ ઉમેરી એક જ દિશામાં મિક્સ કરી લો.

હવે એક વાસણમાં બ્રેડની 2 સ્લાઈસ લો. એક સ્લાઈસ પર તેયાર કરેલું બટેકાનું સ્ટફિંગ ભરી લો. તેની ઉપર બીજી બ્રેડ મૂકો. પછી તેને સેન્ડવીચ ની જેમ ત્રિકોણ આકારમાં કાપી લો. બ્રેડ મોટી હોય તો 4 ત્રિકોણ ટૂકડાં કરો. પછી એક એક ટૂકડાને લઈને તેને બેસન ના ખીરામાં બોળી ગરમ તેલ માં ગોલ્ડન થાય તેમ તળી લો. તો તૈયાર છે ગરમા ગરમ બ્રેડ પકોડા. તેને લસણની કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

ઘરે બેઠાં જ મળી જતી હોય ગુમાવેલી સુંદરતા, તો પાર્લરમાં 5000 રૂ. કેમ ખર્ચવા!

ઉભા ઉભા પાણી પીવાથી થતું જીવલેણ નુક્સાન, ભવિષ્યમાં આવશે આ બીમારી
First published: June 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...