ગલકાનું ભરેલું શાક બનાવવા, તેમાં ઉમેરો આ રીતે બનાવેલી સ્વાદિષ્ટ ચટણી

News18 Gujarati
Updated: September 12, 2019, 9:57 AM IST
ગલકાનું ભરેલું શાક બનાવવા, તેમાં ઉમેરો આ રીતે બનાવેલી સ્વાદિષ્ટ ચટણી

  • Share this:
ચાલો આ રીતે બનાવીએ ગલકાનું ભરેલું શાક

સામગ્રી:

125 ગ્રામ તાજા કુણાં ગલકા

1/4 કપ ચણાનો લોટ
2 ચમચી શીંગદાણાનો ભુક્કો
1 ચમચી દળેલી ખાંડ1/2 કપ તેલ
1 ટામેટું
1/2 કપ કોથમીર
1 ચમચી લાલ મરચું
1 ચમચી ધાણાજીરું
1/4 ચમચી હળદર
1 ચમચી લસણની પેસ્ટ
1 ચમચી લીંબુનો રસ
1/4 ચમચી સ્પૂન રાઈ
1/4 ચમચી સ્પૂન જીરું
મીઠું સ્વાદ અનુસાર

ગલકાનું ભરેલું શાક બનાવવાની રીત :

સૌ પ્રથમ ગલકાને સરખી રીતે ધોઈને તેના મોટા ટૂકડા કરી વચ્ચે કાપા કરો. ત્યારબાદ લાલ મરચું અને લસણની કળીને ખાંડીને ચટણી બનાવી તેમાં લીંબુના રસ નિક્સ કરી હલાવી લો.

ત્યારબાદ સ્ટફિંગ માટે સહેજ ચણાના લોટ લઈ તેમાં એક ટેબલ સ્પૂન તેલ નાખી ધીમા તાપે શેકી લો. લોટ છૂટો થાય તેમજ સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકી તેને થોડો ઠંડો પડવા દો. પછી આ લોટને એક વાટકીમાં કાઢી તેમાં સિંગદાણાનો ભુક્કો, કોથમીર, હળદર, મીઠું, દળેલી ખાંડ, લાલ મરચું, ધાણાજીરું તેમજ લીંબુના રસમાં ઘોળેલી લસણની ચટણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.

 

હવે આ સ્ટફિંગને કાપા પાડેલા ગલકામાં ભરી દો. હળવા હાથે દબાવીને ભરવું જેથી વઘારમાં મસાલો બહાર ના નીકળે. ગલકામાં સ્ટફિંગ ભરતા થોડું સ્ટફિંગ વધશે જે આપણે વઘારમાં એડ કરીશું. સીઝનિંગ માટે કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે રાઈ તેમજ મેથી ઉમેરો, રાઈદાણા સરસ ક્રેક થાય એટલે બે લસણની કળીઓને મોટા પીસીમાં કાપીને ઉમેરો. ત્યારપછી ટામેટા ઉમેરો, ટામેટા ઉમેરતી વખતે બીજા હાથમાં ઢાંકણ તૈયાર રાખજો અને ટામેટા ઉમેરી તુરંત ઢાંકી દેજો જેથી તેલના છીંટા ના ઉડે. આ ટામેટાને સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દો. ટામેટા સરસ ચડી જાય પછી સ્ટફિંગ નો મસાલો એડ કરી મિક્સ કરી લો. હવે તેમાં 1 કપ (250 મિલી) પાણી ઉમેરો, જો રસો વધારે રાખવો હોય તો પાણી વધારે ઉમેરી શકાય. ઢાંકણ ઢાંકી પાણીને બરાબર ઉકળવા દો. પાણી બરાબર ઉકળે એટલે સ્ટફિંગ ભરેલા ગલકાને હળવેથી મૂકી દો. હળવા હાથે મિક્સ કરી 10 મિનિટ માટે ચડવા દો. 10 મિનિટ પછી ગલકાને ચરીની મદદથી ચેક કરી લો, જો ગલકા હજુ કાચા હોય તો થોડીવાર માટે ચડવા દો.ત્યારબાદ ગેસ બંધ કરી સર્વ કરો.
First published: September 12, 2019
વધુ વાંચો
अगली ख़बर