આ ચીજો ઉમેરી બનાવો પાનનો મુખવાસ, આ રીતે સાચવી શકાય લાંબા સમય સુધી

પાનનો મુખવાસ

 • Share this:
  ઘણાં લોકોને જમ્યા બાદ તરત જ મુખવાસ ખાવાની આદત હોય છે. ઘણાં વરિયાળી અને ખાંડ પણ ખાતા હોય છે. પરંતુ આ રીતે બનાવો પાનનો સ્વાદિષ્ટ મુખવાસ. તેમજ આ વાતોનું અવશ્ય રાખો ધ્યાન...

  પાનનો મુખવાસ બનાવવા માટેની સામગ્રી:

  50 નાગરવેલના પાન (કપુરી પાન)
  50 ગ્રામ પાનની ચટણી
  50 ગ્રામ સોપારી
  1 ચમચી લવલી
  1/2 ચમચી કાથો
  1 કપ ખજૂરની કતરણ
  50 ગ્રામ ખાંડ
  1 કપ પાણી
  200 ગ્રામ ગુલકંદ
  200 ગ્રામ વરિયાળી
  200 ગ્રામ ધાણાદાળ
  1 કપ ટુટીફૂટી

  પાનનો મુખવાસ બનાવવા માટેની રીત: સૌ પ્રથમ નાગરવેલના પાનને બરાબર ધોઈને સાફ કપડાથી કોરા કરી લો. પછી તેને ઝીણા સમારી 1 દિવસ માટે ઘરમાં સુકવી લો. પછી બીજા દિવસે ચાસણી બનાવવા માટે એક કઢાઈમાં એક કપ પાણી લઈ તેમાં ખાંડ મિક્સ કરી તેને ધીમા ગેસ પર તેને સતત હલાવતા રહો. તેમાં 2 થી 3 ઉભરા આવે એટલે ગૅસ બંધ કરી દોતેને ઠંડુ થવા દો.પાણી ઠંડુ થઇ જાય એટલે તેમાં કાથો,લવલી, પાનની ચટણી મિક્સ કરો. હવે તેમાં કપુરી પાન, ધાણાદાળ અને વરિયાળી મિક્સ કરી તેને ઢાંકી ને એક દિવસ સુધી રાખો. પછી તેમાં ગુલકંદ, ટુટીફૂટી, ખજૂર કતરી મિક્સ કરી આ મુખવાસને એક વાસણ માં પહોળો કરી એક દિવસ તડકામાં થોડું સૂકાવા દો જેથી તેમાં રહેલો ભેજ જતો રહે. થઈ જાય એટલે તેમાં સળી સોપારી મિક્સ કરી તેને હવા ઍરટાઈટ ડબ્બામાં ભરી લો. તો તૈયાર છે સરસ મજાનો ટેસ્ટી પાનનો મુખવાસ.

  નોંધ- (આ મુખવાસને એક વાસણ માં પહોળો કરી એક દિવસ તડકામાં થોડું સૂકાવા દો જેથી તેમાં રહેલો ભેજ જતો રહે.)

  સંભોગ પૂર્વે મણાતા ઑરલ સેક્સમાં આ ચીજ મોં માં જવાથી કેન્સર થઈ શકે

  સવારે ઉઠીને પાણીમાં આ એક ચીજ ઉમેરીને પીવાથી સટાસટ વજન ઉતરે છે

  આ રીતે માથું ધોવાથી વાળમાં વારંવાર ડાઈ કે કલર કરવાની જરૂર નહીં પડે

  આ દાળનો ઉપયોગ કરી લસણ-ડુંગળી વગર બનાવો અતિ સ્વાદિષ્ટ વઘારેલી ખીચડી
  Published by:Bansari Shah
  First published: