
મલાઈદાર ટેસ્ટી ગાજરનો હલવો બનાવવા માટે અપનાવો આ ટેક્નિક
સૌ પ્રથમ ગાજરને ધોઈને તેની છાલ કાઢી ફરી એક વખત ધોઈ લો જેથી તમાં રહેલી માટી નીકળી જાય. પછી આ ગાજરને ખમણી લો.
શિયાળામાં ગાજર તાજા અને સરસ મજાના લાલ અને મીઠાં જ મળે છે. તેથી તેના કારણે ગાજરના હલવાની મીઠાશ પણ નેચરલ જ આવે છે. તેથી સીઝનમાં બને તેટલો તેનો ભરપૂર ઉરયોગ કરી લેવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
મલાઈદાર ટેસ્ટી ગાજરનો હલવો બનાવવા માટેની સામગ્રી:
500 ગાજર
400 મિલિ ફુલ ફેટ દૂધ
1/2 કપ મોળો માવો
300 ગ્રામ ખાંડ (જરૂર મુજબ)
1 ચમચો ઘી
2 ચમચી ડ્રાયફૂટસ
1/2 ચમચી એલચી પાવડર
ચપટી જાયફળનો પાવડર
મલાઈદાર ટેસ્ટી ગાજરનો હલવો બનાવવા માટેની રીત:
- સૌ પ્રથમ ગાજરને ધોઈને તેની છાલ કાઢી ફરી એક વખત ધોઈ લો જેથી તમાં રહેલી માટી નીકળી જાય. પછી આ ગાજરને ખમણી લો.
- હવે એક કડાઈમાં ઘી લઈ તેમાં ગાજરની છીણ ઉમેરી 5-7 મિનિટ સાંતળી લો.
- પછી તેમાં દૂધ, ખાંડ અને માવો ઉમેરી દૂધ બળે ત્યાં સુધી હલાવતા રહી સાંતળવું.
- મિશ્રણ ઘટ્ટ થવા આવે એટલે તેમાં ડ્રાયફ્રુટ ઉમેરી હલાવ્યા કરવું.
- થઈ જાય એટલે તેમાં એલચી અને જાયફળનો પાવડર ઉમેરી બરાબર હલાવી ગેસ બંધ કરી લેવો. તો તૈયાર છે ગાજરનો હલવો.
- તેને ગરમા ગરમ પણ ખાઈ શકો છો અથવા તો તેને થાળીમાં પાથરી તેના ચોસલા પાડીને પણ સર્વ કરી શકો છો.
- ઠંડીના વાતાવરણમાં આ હલવો 3-4 દિવસ ફ્રીઝ વગર જ બહાર પણ રહી શકે છે. તો તૈયાર છે સરસ મજાનો ક્રીમી અને મલાઈદાર ગાજરનો સ્વાદિષ્ટ હલવો.
બાળક પેદા કરવામાં આવી રહી છે તકલીફ? તો મા બનવા માટે મહિલાઓ કરે આ કામ
ભારત સિવાય આ દેશોમાં વેચાય છે દુનિયાનું સૌથી મોંઘુ પેટ્રોલ
શિયાળામાં પેટ ભરીને ખાવા જોઈએ વટાણાં, શરીર પર કરે છે ગજબનો જાદૂ
સાવધાન! શિયાળામાં આદુ વાળી ચા પીવાથી થાય છે આટલા નુક્સાનPublished by:Bansari Shah
First published:January 10, 2020, 12:08 pm