સ્વાદિષ્ટ સુરતી ઊંઘિયું બનાવવા માટેની સામગ્રી:
મેથીની ભાજીના મુઠિયા - 1 વાડકો
લીલી તુવેર - 200 ગ્રામ
બટેટા - 250 ગ્રામ
ટામેટા - 250 ગ્રામ
આદુ મરચાની પેસ્ટ - 1 ચમચી
પાપડી - 500 ગ્રામ
રતાળુ - 250 ગ્રામ
શક્કરિયા - 250 ગ્રામ
લીલા ધાણા - 100 ગ્રામ
લીલુ લસણ - 50 ગ્રામ
ધાણાજીરુ - બે ચમચી
નાના રીંગણ - 200 ગ્રામ
મીઠુ સ્વાદ મુજબ
ધાણા પાઉડર - 2 ટેબલ સ્પૂન
મીઠું સ્વાદ અનુસાર
વાટેલા તલ - 50 ગ્રામ
લીલા વટાણા (વાટેલા) - 500 ગ્રામ
લીલા કોપરાનું છીણ - 100 ગ્રામ
ખાંડ - 4 ચમચી
અજમો - 1 ચમચી
1 ચમચી ઊંધિયાનો મસાલો.
સ્વાદિષ્ટ સુરતી ઊંઘિયું બનાવવા માટેની રીત :
સ્ટફિંગ બનાવવા માટે- સૌ પ્રથમ એક બાઉલમાં આદુ મરચાની પેસ્ટ, કોથમીર, સમારેલું લીલું લસણ, ધાણા પાવડર, સ્વાદ અનુસાર મીઠું, વાટેલા તલ, લીલા નાળિયેરની છીણ, ખાંડ, ગરમ મસાલો બધી સામગ્રી લઈ મિક્સ કરી લો. ત્યારબાદ શક્કરિયાં-બટાકા-રીંગણ-રતાળુ લઈ તેની અંદર કાંપા પાડી તેમાં તૈયાર કરેલો મસાલો ભરી લો.
હવે એક મોટા અને જાડા તળિયાવાળા તપેલું લઈ તેમાં 1 વાટકી તેલ લઈ ગરમ કરવા મુકો. હવે તેલ ગરમ થયા એટલે તેમાં અજમાનો વઘાર કરો. વઘાર થાય એટલે તેમાં સાફ કરીને ધોયેલી પાપડીને નાખવી. થોડો સોડા અને થોડું મીઠું નાખીને ચૂલા પર પાંચ મિનિટ સુધી સાંતળી લો.
ત્યારબાદ તેમાં ભરેલા શક્કરિયાં, બટાકા,રીંગણ, રતાળુ તેની અંદરમાં ગોઠવીને મૂકો. તેની ઉપર તૈયાર કરેલો થોડો મસાલો ભભરાવો. ત્યારબાદ તેની ઉપર એક થાળીમાં થોડું પાણી મૂકીને ઢાંકી શાકને ચઢવા દો જેથી તપેલામાં ચોંટી ન જાય. તેને વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહેવું. શાક ચઢી જાય ત્યારબાદ ગેસ બંધ કર્યા પછી તૈયાર મુઠિયાને ગોઠવી દેવા. તપેલાને ઢાંકણું ઢાંકીને 15 મિનિટ આ શાકને તપેલામાં જ ઢાંકેલું રાખો. ત્યારબાદ તેમાં ઉપરથી કોપરું, કોથમીર, અને લીલું લસણ ભભરાવી ગાર્નિશ કરીને ગરમા ગરમ સર્વ કરો.
હારને પણ હરાવતી લક્ષ્મીની રીયલ સ્ટૉરી, સપના તૂટી ગયા હતા હિમ્મત નહીં
શરીર માટે ખૂબ લાભકારી છે 'ગુંદર ની પેંદ', જે શિયાળામાં ખાસ ખાવી જોઈએ
અહીં દીકરી સાથે લગ્ન કરી શકે છે પિતા, ઈરાનમાં છે આવા 5 વિચિત્ર નિયમો
શરીર માટે ખૂબ લાભકારી છે 'ગુંદર ની પેંદ', જે શિયાળામાં ખાસ ખાવી જોઈએ Published by:News18 Gujarati
First published:January 11, 2020, 14:20 pm