15 મિનિટમાં બનાવો બાજરીના ગળ્યા પરોઠા #Recipe

 • Share this:
  વાતાવરણમાં થોડી ઠંડક થાય એટલે આપણને પણ કંઈક ચટપટ્ટું કે અવનવું ખાવાની ઈચ્છા થઈ જતી હોય છે. અને ઘણી વખત છંડકના કારણે કંઈક એવું પણ ખાવાનું મન થતું હોય છે, જેનાથી શરીરને પણ થોડો ગરમાવો મળી શકે. ત્યારે આવો જાણીએ બાજરીના લોટમાંથી બનતી એક એવી વાનગી વિશે, જેને ખાવાની ખૂબ જ મજા પડી જાય છે..

  બાજરીના ગળ્યા પરોઠા બનાવવા માટેની સામગ્રી:
  1 કપ બાજરીનો લોટ
  3 ચમચી ઘી
  3/4 કપ ગોળ
  1 ચમચી વરિયાળી
  1/4 ચમચી એલચી પાવડર
  1/4 ચમચી સૂંઠ
  1 ચમચી બદામની કતરણ
  શેકવા માટે ઘી

  બાજરીના ગળ્યા પરોઠા બનાવવાની રીત:
  સૌ પ્રથમ ગોળમાં 1 કપ પાણી નાખીને ગોળ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરી લો. ત્યારબાદ કણક બાંધવા માટે એક વાસણમાં બાજરીનો લોટનો લો. પછી તેમાં વરિયાળી, સૂંઠ, એલચી પાવડર અને ઘી ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ધીમે ધીમે ગોળનું પાણી ઉમેરતા જઈ પરોઠા જેવો કણક તૈયાર કરી લો. આ કણકમાંથી લુઆ કરી પરોઠું વણી લો. બાજરીનો લોટ ગ્લુટેન ફ્રી હોય એટલે વણવામાં સાવચેતી નહીં રાખો તો તે ફાટી જાય છે. તેથી જો હાથથી દબાવીને ફાવે તો એ રીતે અથવા પ્લાસ્ટિકની મદદથી વણવું. પછી ગરમ લોઢીને ગરમ કરી બંને બાજુથી સરખી રીતે ઘી લગાવી શેકી લો. શેકાઈ જાય એટલે ઉપરથી થોડું ઘી લગાવી બદામની કતરણ ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે બાજરીના ગળ્યા પરોઠા.

  આ પણ વાંચો- લોકોમાં ઑનલાઈન ટ્રાવેલનો વધ્યો છે ક્રેઝ, આટલા કરોડોની થાય છે કમાણી

  આ પણ વાંચો- સુંદર અને સ્વસ્થ ચામડી માટે ભોજનમાં ઉમેરો આ વિટામીન

  આ પણ વાંચો- શું છે થર્ડ હેન્ડ સ્મોક? અન્યના સ્મોક કરવાથી પણ થઈ શકે છે આ નુક્સાન

  આ પણ વાંચો- હંમેશા સલવાર સૂટ પહેરીને જ કેમ ડાન્સ કરે છે સપના ચૌધરી?

  આ પણ વાંચો- નેશનલ કૉમિક બુક ડે: બાળપણના આ કૉમિક પાત્રોને આજે પણ નથી ભૂલ્યું કોઈ

  આ પણ વાંચો-  બજારમાં મળતી બ્યૂટી પ્રોડક્ટ લગાવ્યા વગર જ આ રીતે બની શકો છો સુંદર

  આ પણ વાંચો-  ચહેરાની સાથે માથામાં ઘી થી મસાજ કરવાથી મળતો ફાયદો

  આ પણ વાંચો-  આ રાશિના બાળકો હોય છે રોતડ અને
  Published by:Bansari Shah
  First published: