Rava Halva Recipe: રાતનાં ભોજન બાદ કંઈક મીઠું ખાવાનું મન થાય તો બનાવો સોજીનો હલવો
Rava Halva Recipe: રાતનાં ભોજન બાદ કંઈક મીઠું ખાવાનું મન થાય તો બનાવો સોજીનો હલવો
રાતનાં ભોજન બાદ કંઈક મીઠું ખાવાનું મન થાય તો બનાવો સોજીનો હલવો
Suji Rava halva Recipe: ઘણીવાર રાત્રિભોજન પછી કંઈક મીઠું ખાવાનું મન થાય ત્યારે આવી સ્થિતિમાં તમે સોજીનો હલવો બનાવીને ગરમ ગરમ ખાઈ શકો છો. આ સ્વીટ ડીશ ઓછા સમયમાં તૈયાર થાય છે અને તેનો સ્વાદ અદભૂત છે. જો કે હલવો ઘણી રીતે બનાવવામાં આવે છે, પરંતુ જો સમય ઓછો હોય અથવા તમે ઝડપથી કંઈક મીઠું ખાવા માંગતા હોવ, તો આ રવાનો હલવો તેના માટે એક પરફેક્ટ રેસીપી છે.
Suji Ka Halwa Recipe: સોજી અથવા રવાનો (Rava recipe ) હલવો એ ભારતીય ઘરોમાં બનાવવામાં આવતી પરંપરાગત વાનગી છે. આ એક એવી વાનગી છે કે જે માત્ર તીજ-તહેવારો પર જ તૈયાર કરીને ખાવામાં આવતી નથી, પરંતુ તેને ગમે ત્યારે બનાવીને ખાઈ શકાય છે. ઘણીવાર રાત્રિભોજન પછી કંઈક મીઠું ખાવાનું મન થાય ત્યારે આવી સ્થિતિમાં તમે સોજીનો હલવો બનાવીને ગરમ ગરમ ખાઈ શકો છો. આ સ્વીટ ડીશ ઓછા સમયમાં તૈયાર થાય છે અને તેનો સ્વાદ અદભૂત છે. જો કે હલવો ઘણી રીતે બનાવવામાં આવે છે, પરંતુ જો સમય ઓછો હોય અથવા તમે ઝડપથી કંઈક મીઠું ખાવા માંગતા હોવ, તો આ રવાનો હલવો તેના માટે એક પરફેક્ટ રેસીપી છે.
સોજી કે રવાનો હલવો બનાવવા માટે સોજી, દેશી ઘી સાથે ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો સ્વાદ બાળકો અને પુખ્ત વયના લોકો બંનેને પસંદ આવે છે. જો તમે હજી સુધી આ રેસીપી બનાવી નથી, તો તમે અમારી દર્શાવેલ પદ્ધતિને અનુસરીને સરળતાથી સોજીનો હલવો બનાવી શકો છો.
સોજીનો હલવો બનાવવા માટે સૌપ્રથમ સોજી (રવો) લો, અને તેને એક તપેલીમાં મૂકી મધ્યમ તાપ પર શેકી લો. જ્યારે સોજીનો રંગ બ્રાઉન થઈ જાય, ત્યારે તેને પ્લેટમાં કાઢીને બાજુ પર રાખો. હવે પેનમાં ઘી નાંખો અને જ્યારે ઘી ઓગળી જાય ત્યારે તેમાં ઈલાયચીનો ભૂકો નાંખો, થોડીક સેકન્ડ પછી તેમાં શેકેલો રવો ઉમેરો અને તબેથાથી હલાવતા સમયે રવાને ઘી સાથે મિક્સ કરો.
જ્યારે સોજી ઘી સાથે એકરસ થઈ સારી રીતે ભળી જાય, ત્યારે તેને 1 મિનિટ માટે પકાવો, અને પછી તેમાં 2 ગ્લાસ પાણી ઉમેરો. થોડી વાર પછી તેમાં ખાંડ નાખીને તેને એક બરાબર મિક્ષ કરી લો. જ્યારે સોજી ઘટ્ટ થઈ જાય, ત્યારે તેમાં ઝીણી સમારેલી બદામ અને કિસમિસ ઉમેરો. હવે હલવા પર 1 ચપટી મીઠું નાખીને મિક્સ કરો. થોડું મીઠું હલવાના સ્વાદને વધારવામાં મદદ કરે છે.
હવે સોજીને 6-7 મિનિટ પકાવો. જ્યારે તે ગોલ્ડન બ્રાઉન રંગની થઈ જાય અને સુગંધ આવે તો ગેસ બંધ કરી દો. ધ્યાન રાખો કે સોજીને શેકતી વખતે તેને સતત હલાવતા રહો નહીંતર તે તપેલીમાં ચોંટી શકે છે. હવે તમારી સ્વાદિષ્ટ દાણાદાર સોજીનો હલવો તૈયાર છે. સર્વ કરતા પહેલા તમે તેને ડ્રાયફ્રુટ્સથી ગાર્નિશ કરી શકો છો.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર