10થી15 મિનિટમાં બનાવો બહારના પૅકેટ જેવા મસાલેદાર શીંગ ભજીયા

News18 Gujarati
Updated: September 5, 2019, 11:22 AM IST
10થી15 મિનિટમાં બનાવો બહારના પૅકેટ જેવા મસાલેદાર શીંગ ભજીયા
News18 Gujarati
Updated: September 5, 2019, 11:22 AM IST
10 -15  મિનિટમાં બનાવો બહારના પૅકેટ જેવા  શીંગ ભજીયા

સામગ્રી:
1 વાટકી કાચા શીંગ દાણા

2 ચમચી ચણાનો લોટ
1 ચમચી ચાટ મસાલો
1 ચમચી આમચૂર પાવડર
Loading...

1 ચમચી લાલ મરચું પાવડર/મરી પાવડર
1/2 ચમચી સંચળ
મીઠું સ્વાદ મુજબ
તળવા માટે તેલપાણી જરૂર મૂજબ

બનાવવાની રીત:
સૌ પ્રથમ શીંગદાણા લઈ તેને ધીમા તાપે સહેજ કાચી પાકી શેકી લો જેથી ભેજ નીકળી જાય. ત્યારબાદ એક તપેલીમાં આ શેકેલા શીંગદાણા લઈ તેમાં ચણાનો લોટ, લાલ મરચું પાઉડર, મીઠું, આમચૂર પાવડર ઉમેરી સહેજ મિકસ કરી સહેજ પાણી છાંટી બધુ બરાબર મિક્સ કરી દો.
મસાલો મિક્સ થઈ જાય એટલે તેને એક ચમચીથી આ મિશ્રણ લઈ બીજી ચમચીની મદદથી એક એક શીંગને ગરમ તેલમાં તણાવા મૂકો. ધીમા તાપે બધા જ શીંગ ભજીયા તળી લો. તળાય જાય એટલે તરત જ તેનમી ઉપર ચાટ મસાલો, સંચળ અને લાલ મરચું અથવા મરી પાવડર ભભરાવવી સર્વ કરો. તેને તમે એક ઍરટાઈટ ડબ્બામાં ભરી સર્વ પણ કરી શકો છો.
First published: September 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...