લૉકડાઉનમાં આપણે એક એવી બહારના ખાવાનાંમાં સૌથી વધારે શું મિસ કરીએ છીએ, તો મોટાભાગે બધાનો જવાબ પિઝા જ આવે. હાલ ઘરે આપણે અવનવી ઘણી વાનગીઓ બનાવતા હોઇશું પરંતુ પિઝામાં બનાવવામાં તેનો સોશ ટેસ્ટી હોય તે ઘણું જ જરૂરી છે. તો આજે આપણે જોઇએ કે, ઘરે બહારનાં જેવા જ યમ્મી પિઝા બનાવવા હોય તો તેનો સૉસ કઇ રીતે બનાવાય તે જાણવું જરૂરી છે.
સામગ્રી :
ટામેટાં 6 નંગ
ઓલિવ ઓઇલ 2 ટેબલ સ્પૂન
લસણ 1/2 ટી સ્પૂન
ડુંગળી 1 નાની જીણી સમારેલી
ટોમેટો કેચપ 3 ટેબલ સ્પૂન
ચીલી સોસ 1 ટી સ્પૂન
મરી પાઉડર 1/4 ટી સ્પૂન
ચીલી ફ્લેકસ 1/2 ટી સ્પૂન
ઓરેગાનો 1/2 ટી સ્પૂન
થાઇમ 1/4 ટી સ્પૂન
ખાંડ 1/2 ટી સ્પૂન
મીઠું 1/4 ટી સ્પૂન
બનાવવાની રીત :
- ટામેટાંને ચીલી કટરમા ક્રશ કરી લો.
- કડાઇમાં ઓઈલ લઈ જીણુ સમારેલુ લસણ સાંતળો. ત્યાર પછી ડુંગળી સાંતળો.
- પછી ક્રશ કરેલા ટામેટાં ઉમેરી ચડી જાય ત્યાં સુધી સાંતળો.
- ટોમેટો કેચપ, ચીલી સોસ ઉમેરી 1 મીનીટ કુક કરો.
- મરી પાઉડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, થાઇમ, ખાંડ, મીઠું ઉમેરી 2 મીનીટ કુક કરો. તો તૈયાર છે પીઝા સોસ.
આ પણ વાંચો : ગુલાબના છોડ માટે બહું ફાયદાકારક હોય છે આ કુદરતી ખાતર, ઘરે જ કરો તૈયાર
નોંધ
આ સોસ કેચપ કરતા થોડો જાડો રાખવો.
પીઝા બેઝ ઉપર હંમેશા પહેલા બટર લગાવીને જ સોસ પાથરવો.
આ વીડિયો પણ જુઓ -
Published by:News18 Gujarati
First published:April 19, 2020, 15:41 pm