કાચા કેળાંનું દહીંની ગ્રેવીવાળું સ્પાઈસી શાક #Recipe

News18 Gujarati
Updated: October 10, 2019, 4:51 PM IST
કાચા કેળાંનું દહીંની ગ્રેવીવાળું સ્પાઈસી શાક #Recipe

  • Share this:
પરાઠા હોય ભાખરી હોય કે રેટલી હોય, સાંજે શાક શેનું બનાવવું એ ઘણો મોટો પ્રશ્ન બની જતો હોય છે. તો પણ તમે ચિંતા ન કરશો. અમારી વાનગીઓ તમને ચોક્કસથી કામ લાગી જ જતી હશે અને આગળ પણ લાગતી જ રહેશે. તો ચાલો  કેવી રીતે બનાવશો સ્પાઈસી કાચા કેળાંનું દહીંની ગ્રેવીવાળું શાક

કાચા કેળાંનું દહીંની ગ્રેવીવાળું સ્પાઈસી શાક બનાવવા માટેની સામગ્રી :
250 ગ્રામ કાચા કેળા

1 કપ મોળું દહીં
1 ચમચી આદુ લસણની પેસ્ટ
1 ચમચી મરચાની પેસ્ટ1/2 ચમચી રાઈ
1/2 ચમચી જીરૂ
1 ચમચી લાલ મરચું
1 ચમચી ધાણાજીરું
1/2 ચમચી હળદર
ચપટી હિંગ
સ્વાદ અનુસાર મીઠું
જરૂર મુજબ તેલ
કોથમીર

કાચા કેળાંનું દહીંની ગ્રેવીવાળું સ્પાઈસી શાક બનાવવા માટેની રીત:
સૌ પ્રથમ કાચા કેળાની છાલ કાઢીને ધોઈને તેના ગોળ પતીકા કાપી લો. ત્યાર બાદ એક કડાઈમાં થોડું તેલ લઈ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ સહેજ ફૂટે એટલે તેમાં જીરું, હિંગ અને આદુ,લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી સહેજ સાંતળી લો. તે તી જાય એટલે તમાં કાચા કેળાના ગોળ સમારેલા પતીકા ઉમેરી હલાવી લો. આ કેળા સહેજ સંતળાઈ જાય એટલે પછી તેમાં મીઠું, હળદર, મરચું, ધાણાજીરું એમ બધા જ સૂકા મસાલા ઉમેરી 2-3 ચમચી પાણી ઉમેરી 2 મિનિટ ઢાંકીને કૂક થવા દો. 2 મિનિટ બાદ તેમાં થોડું મોળું દહીં ઉમેરી 2 મિનિટ માટે કૂક કરી લો. થઈ જાય એટલે ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરી સર્વિંગ પ્લેટમાં કાઢી રોટલી કે ભાખરી સાથે ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે સરસ મજાનું કાચા કેળાંનું ગ્રેવીવાળું શાક.

રિયાલિટી શૉ 'બિગ બૉસ 13' ને બૅન કરવાની માંગ, BJP ધારાસભ્યએ લખ્યો પત્ર
First published: October 10, 2019
વધુ વાંચો
अगली ख़बर