આ રીતે કૂકરમાં બનાવો જમણવાર જેવું જ રસોઈયા સ્ટાઈલ બટેટાનું શાક

News18 Gujarati
Updated: September 20, 2019, 3:39 PM IST
આ રીતે કૂકરમાં બનાવો જમણવાર જેવું જ રસોઈયા સ્ટાઈલ બટેટાનું શાક
ગુજરાતીઓનો જમણવાર બટેટાના શાક વગર અધૂરો જ ગણાય છે, એમાં પણ રસોઈયા સ્ટાઈલ છાલવાળા બટાટાનું ગળચટ્ટું શાક

ગુજરાતીઓનો જમણવાર બટેટાના શાક વગર અધૂરો જ ગણાય છે, એમાં પણ રસોઈયા સ્ટાઈલ છાલવાળા બટાટાનું ગળચટ્ટું શાક

  • Share this:
છાલવાળા બટાટાનું શાક બનાવવા માટેની સામગ્રી:
4 નંગ બટેટા
2 ટામેટાં

2 ચમચા તેલ
2 સુકા લાલ મરચા
1/2 ચમચી હળદર1/2 ચમચી મરચું પાવડર
1/2 ચમચી ધાણાજીરું
1 ચમચી ગોળ
મીઠો લીમડો
સ્વાદ અનુસાર મીઠું
1/4 ચમચી હીંગ
1/2 ચમચી ગરમ મસાલો
1 ગ્લાસ પાણી
કોથમીર

છાલવાળા બટાટાનું શાક બનાવવા માટેની રીત: સૌ પ્રથમ બટેટાને છાલ સાથે જ સરખી રીતે ધોઈને સમારી લો. ત્યારબાદ કૂકરમાં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં રાઇ, જીરું, હીંગ, સુકા મરચાં અને મીઠો લીમડો ઉમેરી વઘાર કરી લો. ટામેટાં, હળદર અને મરચું ઉમેરી 2 મિનિટ સાંતળી લો. પછી તેમાં કાચા બટેટાને છાલ સાથે જ ઉમેરી તેમાં મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો અને ગોળ ઉમેરી હલાવા લો. પછી તેમાં 1 ગ્લાસ પાણી નાખી હલાવી કુકર બંધ કરી 5 સીટી વગાડી લો. થઈ જાય અને કૂકર ખૂલે એટલે કોથમીરથી ગાર્નિશ કરી ગરમા ગરમ પૂરી, ભખરી કે રોટલી સાથે સર્વ કરો.

મોંઢામાં આ ચીજ રાખવાથી સ્મોકિંગની આલત છૂટી શકે છે- રિસર્ચ

લાલ જામફળ વધુ ગુણકારી કે સફેદ? સાથે જાણો જામફળ ખાવાના 5 ફાયદા

અટકાયેલા કામ પાર પાડવા સાથે રાખો આ ચીજ

રાનૂ મંડલનુ નવું ગીત થયું Viral, આ સાંભળી તેનું પહેલા ગાયેલું ગીત પણ ભૂલી જશો

પચવામાં સરળ એવું બાજરીના લોટનું ગરમા ગરમ ખીચું #Recipe
First published: September 20, 2019, 12:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading