Diwali 2020: આ વખતે દિવાળીમાં ઘરે જ બનાવો રસ ભરેલા રસગુલ્લા

રસગુલ્લા

ત્યારે જો તમે કોઇ ઝટપટ બનતી મિઠાઇની શોધમાં છો તો આજે અમે તમને આવી જ રસગુલ્લાની એક રેસીપી જણાવવા જઇ રહ્યા છે. જેને જોતા જ તમારા ઘરના લોકોના મોઢામાં પાણી આવી જશે.

  • Share this:
    દિવાળીમાં (Diwali 2020) અનેક ગૃહિણીઓ આજકાલ ઘરે જ મીઠાઇ બનાવતી હોય છે. ત્યારે જો તમે કોઇ ઝટપટ બનતી મિઠાઇની (Diwali Sweet) શોધમાં છો તો આજે અમે તમને આવી જ રસગુલ્લાની એક રેસીપી જણાવવા જઇ રહ્યા છે. જેને જોતા જ તમારા ઘરના લોકોના મોઢામાં પાણી આવી જશે. અને તેના પનીર હોવાથી સ્વાસ્થયની રીતે પણ તે લાઇટ પણ હેલ્થી મીઠાઇ છે.

    આમ તો દિવાળી આવતા જ આપણે સામાન્ય રીતે મીઠાઈઓ બહારથી જ લાવી દેતા હોઈએ છે, કારણે આપણે તેવું વિચારીને કે ઘરે કોણ એટલી મહેનત કરે. આ ફાસ્ટ લાઈફમાં ઘરમાં મહેનત ભરેલું કે વધુ સમય લેતું કામ કરવાનો સમય મોટાભાગે કોઈ જ નથી ફાળવી શકતું. પરંતુ દૂધની મીઠાઈમાં થતી ભેળસેળના કારણે આપણે ઘણાં જ બીમાર પડી જઈએ છે. ત્યારે ચાલો ઓછી મહેનતે તમને રસગુલ્લા (Rasgulla) બનાવતા શીખવીશું. જાણી લો તમે પણ રસગુલ્લા આ રેસીપી.(Recipe)

    સામગ્રી

    2 કપ ગાયનું દૂધ (ઓછા ફેટનું દૂધ)
    1 ચમચો લીંબુનો રસ
    2 1/2 કપ પાણી
    3/4 કપ ખાંડ

    રીત :- દૂધને 5-7 મિનિટ સુધી ઉકળી હલાવતા રહો. પછી તેમાં 1 ચમચો લીંબુનો રસ લઇને તેને ઉકળતા દૂધમાં ધીમે ધીમે નાખતા જાવ અને દૂધને હલાવતા રહો. થોડીક વારમાં પાણી અને પનીર છૂટું પડી જશે. ગેસ પરથી ઉતારીને 2 મિનિટ પછી પાતળા કપડામાં નીતારી તેની ઉપર ઠંડુ પાણી નાખો જેથી પનીરમાંથી વરાળ અને લીંબુની ખટાશ દૂર થઈ જશે. હવે કપડાની પોટલી બનાવીને તેમાંથી બધું જ પાણી નીચોવો

    આ પછી પનીરને એકદમ લીસ્સુ બની જાય ત્યાં સુધી ખૂબ મસળતા રહો. તેમાં કણીઓ ન રહેવી જોઈએ. હવે તેમાંથી નાના નાના ગોળા બનાવી લો. (ગોળા બનાવતી વખતે ધ્યાનમાં રાખજો કે જ્યારે તેને ચાસણીમાં નાખીશું ત્યારે તે સાઈઝમાં ડબલ થઈ જશે.)

    વધુ વાંચો : WhatsAppનું નવું ફિચર, હવે તમે તમારી ચેટને આ રીતે કરી શકો છો 'ગુમ'

    હવે ગેસ પર એક કૂકરમાં પાણી અને ખાંડ લઈને ઉકળવા મૂકો. એક ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દો. પછી એક એક કરીને બધા પનીરના ગોળા તેમાં નાખી દો. ગેસનું ઢાંકણું બંધ કરી તેના પરથી સિટી કાઢી નાખો. હવે મધ્યમ તાપ પર તેને 15-20 મિનિટ સુધી રહેવા દો. પછી કૂકરનું ઢાંકણું ખોલીને ચાસણીમાં ગુલાબજળ ઉમેરી શકો છો. આ ઓપ્શનલ છે. તે પછી પહોળા બાઉલમાં કાઢી લો. વરાળ નીકળી જાય પછી તેને ફ્રીઝમાં મૂકી ઠંડા કરો.

    અને ઠંડા ઠંડા જ પીરસો.
    Published by:Chaitali Shukla
    First published: