બહારથી રસગુલ્લા લાવી ઘરે બનાવો માર્કેટ જેવી જ રસ મલાઈ, ઉમેરો આ ચીજ #Recipe

દૂધની મીઠાઈમાં થતી ભેળસેળના કારણે આપણે ઘણાં જ બીમાર પડી જઈએ છે.  ત્યારે ચાલો ઓછી મહેનતે આજે તમને બનાવતા શીખવીશું રસ મલાઈ..

News18 Gujarati
Updated: October 21, 2019, 2:21 PM IST
બહારથી રસગુલ્લા લાવી ઘરે બનાવો માર્કેટ જેવી જ રસ મલાઈ, ઉમેરો આ ચીજ #Recipe
દૂધની મીઠાઈમાં થતી ભેળસેળના કારણે આપણે ઘણાં જ બીમાર પડી જઈએ છે.  ત્યારે ચાલો ઓછી મહેનતે આજે તમને બનાવતા શીખવીશું રસ મલાઈ..
News18 Gujarati
Updated: October 21, 2019, 2:21 PM IST
આપણે સામાન્ય રીતે મીઠાઈઓ બહારથી જ લાવી દેતા હોઈએ છે, એવું વિચારીને કે ઘરે કોણ એટલી મહેનત કરે. આ ફાસ્ટ લાઈફમાં ઘરમાં મહેનત ભરેલું કે વધુ સમય લેતું કામ કરવાનો સમય લગભગ કોઈ જ નથી ફાળવી શકતું. પરંતુ દૂધની મીઠાઈમાં થતી ભેળસેળના કારણે આપણે ઘણાં જ બીમાર પડી જઈએ છે.  ત્યારે ચાલો ઓછી મહેનતે આજે તમને બનાવતા શીખવીશું રસ મલાઈ.. તો ચાલો જાણી લો તમે પણ રસ મલાઈ બનાવવા માટેની રીત.. બહારથી રસગુલ્લા લાવી ઘરે જ બનાવો માર્કેટ જેવી જ ઠંડી ઠંડી રસ મલાઈ, ઉમેરો આ ચીજ #Recipe

રસ મલાઈ બનાવવા માટેની સામગ્રી :

2 લીટર ફૂલ ફેટ દૂધ

1 કપ ખાંડ
2 ચમચી કોર્નફલોર
1 ટીસ્પુન ઘી
Loading...

1/4 ચમચી ઈલાયચી પાવડર
2 ચમચી બદામ- પીસ્તાની કતરણ
ચપટી કેસર
10 મોટા રસ ગુલ્લા

રસ મલાઈ બનાવવા માટેની રીત :
સૌ પ્રથમ એક વાટકીમાં કોર્નફલોર લઈ તેમાં થોડું ઠંડુ દૂધ અને કેસર નાંખી મિક્સ કરી પેસ્ટ બનાવી લઈ તેને બાજુ પર રાખવું. બાકીના દૂધને એક તપેલીમાં ઉકાળવા મુકો. દૂધમાં ઉભરો આવે પછી તેને ધીમા તાપે ઉકળવા દો. થોડી-થોડી વારે દૂધ હલાવતા રહો, જેથી તપેલીમાં દૂધ નીચે ચોંટે નહીં.
દૂધ થોડું ઉકળે પછી તેમાં કોર્નફલોરવાળું દૂધ ઉમેરી મિક્સ કરી ઉકાળો. દૂધ રબડી જેવું ઘટ્ટ થવા લાગે એટલે તેમાં ખાંડ નાંખી, 5 મિનિટ ઉકાળો. પછી ગૅસ બંધ કરી તેને ઠંડુ કરી લો. પછી તેમાં ઈલાયચી પાવડર મિક્સ કરો. પછી રસગુલ્લાને ચાસણીમાંથી કાઢી, હાથથી દાબવી ચપટા કરી દૂધમાં ઉમેરો. પછી તેને ફ્રિઝમાં મૂકી રબડીને ઠંડી કરી લો. પીરસતી વખતે તેમાં ઉપરથી બદામ અને પીસ્તાની કતરણ ભભરાવી ઠંડી જ સર્વ કરો. તો તૈયાર છે ઠંડી ઠંડી ઘરે બનાવેલી રસ મલાઈ........

આ પણ વાંચો-  ધનતેરસના દિવસે આ 5 ચીજોની ખરીદી અવશ્ય કરજો, થઈ જશો માલામાલ
આ પણ વાંચો-  અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી
આ પણ વાંચો-  આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં
આ પણ વાંચો-  #કામની વાત: 40-50 વર્ષ પછી કેવી હોય છે સેક્સ લાઈફ?
આ પણ વાંચો-  રેખા ચહેરા પર લગાવે છે આ ચીજ, નહાય છે આ ચીજથી: રેખાની સુંદરતાનું સિક્રેટ
આ પણ વાંચો-  આ 9 ફૂડ ક્યારેય એક સાથે ન લેશો, નહીંતર પડી જશો બીમાર
First published: October 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...