Protein Powder recipes: ઘરમાં જ આવી રીતે બનાવો સસ્તામાં પ્રોટીન પાઉડર

પ્રોટીન પાઉડર સામગ્રી પ્રતિકાત્મક તસવીર

health news: આજે માર્કેટમાં (market) વિવિધ કંપનીના ઘણા પ્રોટીન પાઉડર (Protein Powder) ઉપલબ્ધ છે, પરંતુ તેની કિંમતો ખૂબ વધુ હોવાથી ઘણા લોકોને પરવડી (costly protein powder) શકતો નથી.

 • Share this:
  Protein Powder recipes: આપણા શરીરમાં અન્ય પોષકતત્વોની (Nutrients) જેમ પ્રોટીન (Protein) પણ સૌથી જરૂરી મેક્રોન્યુટ્રિએન્ટ્સમાનું (macronutrients) એક છે. રોજીંદા જીવનમાં (lifestyle) રહેતી ભાગદોડ માટે આપણા શરીરને યોગ્ય રીતે કામ કરવા પર્યાપ્ત માત્રામાં એનર્જી આપવી જરૂરી છે. જેમાં પ્રોટીન સૌથી મહત્વનો ભાગ ભજવે છે. જે લોકો નથી જાણતા કે પ્રોટીન શરીર માટે કેટલું જરૂરી છે તેમને જણાવી દઇએ કે પ્રોટીનની ઉણપના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ (body's immune system) નબળી પડવી, વજન ઘટવું, બીજના સાપેક્ષમાં શરીરનો ધીમો વિકાસ થવો જેવી અસરો થાય છે. આજે માર્કેટમાં વિવિધ કંપનીના ઘણા પ્રોટીન પાઉડર (Protein Powder) ઉપલબ્ધ છે, પરંતુ તેની કિંમતો ખૂબ વધુ હોવાથી ઘણા લોકોને પરવડી શકતો નથી. તો ચાલો આજે તમને જણાવીએ કઈ રીતે તમે અમુક સામગ્રીઓનો ઉપયોગ કરીને ઘરે જ પ્રોટીન પાઉડન બનાવી શકો છો. અને તેનાથી થતા ફાયદાઓ વિશે પણ ચર્ચા કરીશું.

  ઘરે કઈ રીતે બનાવવો પ્રોટીન પાઉડર?

  સામગ્રી

  10-15 મખાના
  10 બદામ
  2 અખરોટ
  1 ટી. સ્પૂન વરિયાળી
  1 ટી. સ્પૂન મિશ્રી
  લીલી ઇલાયચી – 2
  કેસર – 2 શેર
  મરી – 1 ચપટી
  મિક્સ સીડ્સ – 1 સ્પૂન

  રીત-
  સૌથી પહેલા બદામ અને મખાનાને ડ્રાય રોસ્ટ કરો. બંને ઠંડા થઇ જાય ત્યાર બાદ તમામ સામગ્રીને મિક્સ કરી મિક્સર દ્વારા પાઉડર બનાવી લો તૈયાર છે તમારો પ્રોટીન પાઉડર. હવે આ પાઉડરને હવે એક કાચના વાસણમાં ભરી દો. તમે એક ગ્લાસ દૂધમાં 1 ટી સ્પૂન આ પાઉડર નાખી મિક્સ કરીને પી શકો છો.

  ઘરે બનાવેલા પ્રોટીન પાઉડરથી થશે આ ફાયદાઓ
  બજારમાં મળતા શૂગર યુક્ત પાઉડરની જગ્યાએ ઘરે જ બનાવેલો આ પાઉડર તમને એક્સ્ટ્રા કેલેરીથી બચાવશે. આ ઉપરાંત બાળકોને પણ કોઇ નુકસાન પહોંચાડશે નહીં. તમે તેને ચોકલેટી બનાવવા કોકો પાઉડર ઉમેરી શકો છો. આ પાઉડર વૃદ્ધોની પીઠ અને સાંધાના દુખાવામાં પણ મદદ કરે છે અને જેમની આંખોની દ્રષ્ટિ નબળી પડી ગઇ હોય તેવા લોકો માટે પણ ફાયદાકારક છે.

  આ પણ વાંચોઃ-Health Tips: કિશોરોની વધુ સારી ઊંઘ અને ઓછી ઊંઘ લેવાની પેટર્ન, જાણો શું કહે છે અભ્યાસ

  બદામમાં અનેક પોષકતત્વો રહેલા છે, જે આપણા શરીર માટે ખૂબ જરૂરી છે. 1000 ગ્રામ બદામમાં લગભગ 21.15 ગ્રામ પ્રોટીન રહેલું હોય છે. પ્રોટીન ઉપરાંત બદામમાં કેલ્શિયમ, વિટામિન ઈ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ વગેરે જેવા મહત્વના વિટામિન અને ન્યૂટ્રિએન્ટ્સ રહેલા છે.

  મખાનાને સૌથી હેલ્થી સ્નેક્સ માનવામાં આવે છે. તેમાં પ્રોટીન, મેગ્નેશિયમ, પોટેશિયમ, મેંગેનિઝ, ફોસ્ફરસ જેવા શરીર માટે અનેક જરૂરી તત્વો રહેલા છે. વજન ઘટાડવા માટે મખાના ઉપયોગી છે, કારણ કે તેમાં ઓછા કેલેરી રહેલી છે.

  આ પણ વાંચોઃ-ગર્ભવતી મહિલાઓમાં જોવા મળી કોરોનાની અસર, ICMRના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો

  અખરોટ
  અખરોટ પણ પ્રોટીનનો સૌથી મોટો સ્ત્રોત છે. લગભગ ¼ કપ અખરોટમાં 4.5 ગ્રામ પ્રોટીન રહેલું છે. અખરોટ હ્યદય માટે ખૂબ સારું છે અને તેના પ્રચૂર માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે.

  આપને જણાવી દઇએ કે આ પ્રોટીન પાઉડરમાં વપરાયેલી તમામ સામગ્રી નેચરલ છે અને તેથી તેના કોઇ સાઇડ ઇફેક્ટ થતા નથી. પરંતુ જો તમે કોઇ સારવાર લઇ રહ્યા છો અથવા તમને કોઇ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા છે તો આ પાઉડરનો ઉપયોગ કરતા પહેલા તમારા ડોક્ટરને એક વખત પૂછી લેવું વધુ હિતાવહ છે.
  Published by:ankit patel
  First published: