Home /News /lifestyle /જુઓ લોટ બાંધવાની સાચી રીત, જેનાથી રોટલી બનશે નરમ અને સ્વાદિષ્ટ

જુઓ લોટ બાંધવાની સાચી રીત, જેનાથી રોટલી બનશે નરમ અને સ્વાદિષ્ટ

કેવી રીતે બનાવશો પરફેક્ટ રોટલી?

The correct way to tie the dough: જો તમે હેલ્ધી રીતે લોટ બાંધીને તેનો ઉપયોગ નથી કરતા તો તમે બિમાર પડી શકો છો. લોટ બાંધવામાં ભૂલ કરવાથી તમે બિમાર પડી શકો છો. તેના કારણે પેટમાં દુખાવો, ગેસ, કબજિયાત તથા અન્ય પરેશાનીઓ થઈ શકે છે. લોકો મોટા ભાગે લોટ બાંધવામાં ભૂલ કરે છે. આજે અમે તમને લોટ બાંધવાની સાચી રીત બતાવી રહ્યા છીએ. જેનાથી રોટલી હેલ્ધી અને સ્વાદિષ્ટ બનશે.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: રોટલી આપણા ભોજનનો મુખ્ય ભાગ છે. રોટલી વગર આપણું ભોજન અધૂરું છે. ભારતમાં મોટાભાગના ઘરોમાં સવાર સાંજ રોટલી (How to Make Perfect Roti) ખાવામાં આવે છે. બંને ટાઈમ સવાર સાંજ લોટ બાંધીને રોટલી બનાવવામાં આવે છે. શું તમને ખબર છે કે, લોટ બાંધવાની (How to Make Perfect Dough) સાચી રીત શું છે. આજકાલ ઘણા લોકો એવી ફરિયાદ કરતા જોવા મળે છે કે લોટ ગમે તેટલો મસળતા હોય, તેમની રોટલી ક્યારેય ફૂલેલી બનતી નથી. તમે હેલ્ધી રીતે લોટનો ઉપયોગ કરી શકો છો. જો તમે હેલ્ધી રીતે લોટ બાંધીને તેનો ઉપયોગ નથી કરતા તો તમે બિમાર પડી શકો છો. લોટ બાંધવામાં ભૂલ કરવાથી તમે બિમાર પડી શકો છો. તેના કારણે પેટમાં દુખાવો, ગેસ, કબજિયાત તથા અન્ય પરેશાનીઓ થઈ શકે છે. લોકો મોટા ભાગે લોટ બાંધવામાં ભૂલ કરે છે. આજે અમે તમને લોટ બાંધવાની સાચી રીત બતાવી રહ્યા છીએ. જેનાથી રોટલી હેલ્ધી અને સ્વાદિષ્ટ બનશે.

લોટ બાંધવાનું વાસણ- મોટાભાગના ઘરોમાં લોટ બાંધવા માટે ત્રાંસનો ઉપયોગ કરે છે. જો લોટ બાંધવા માટે માટીના વાસણનો ઉપયોગ કરવામાં આવે તો તે વધુ લાભદાયી છે. ત્રાસની જગ્યાએ તમે બાઉલ સ્ટાઈલ એટલે કે, મોટું વાસણ લઈ શકો છો. જેમાં લોટ ઓછા સમયમાં સરળતાથી સેટ થઈ જાય છે.

" isDesktop="true" id="1230545" >

લોટ ચાળવાની રીત- અનેક લોકો લોટ ચાળીને તેનો ઉપયોગ કરે છે અને બાકી રહેલ વસ્તુને ફેંકી દે છે. લોટમાં પત્થર, જીવાત અથવા વાળ ન રહે તે માટે લોટ ચાળવામાં આવે છે. લોટ ચાળીને એકવાર જોઈ લો અને તેને લોટમાં ભેગો કરી દો. આ લોટ ફાઈબરથી ભરપૂર હોય છે, જેનાથી પેટ હેલ્ધી રહે છે અને કબજિયાચ તથા એસિડિટી થતી નથી.

લોટ બાંધીને સેટ થવા દો લોટ બાંધીને તરત રોટલી ન બનાવવી જોઈએ. તેનાથી રોટલી સારી બનતી નથી. લોટ સેટ થાય તે માટે અડધો કલાક ઢાંકીને રાખવો જોઈએ. રોટલી કરતા પહેલા લોટને મસળી દેવાથી રોટલી સારી બને છે.

રોટલીને કાચી રાખવી નહીં રોટલી બનાવતા સમયે રોટલીને વધુ શેકવી ન જોઈએ. તેનાથી લોટના તત્વો બળી જાય છે. રોટલી કાચી રહે તો પણ શરીરને નુકસાન થાય છે.
First published:

Tags: Heath Tips, Roti, આરોગ્ય

विज्ञापन