Home /News /lifestyle /

એકદમ સરળ રીતે ઘરે જ બનાવો 'કેસર શ્રીખંડ'

એકદમ સરળ રીતે ઘરે જ બનાવો 'કેસર શ્રીખંડ'

શ્રીખંડ

તો આજે આપણે જોઇશું કે સરળ રીતે ઘરે જ શ્રીખંડ કઇ રીતે બનાવી શકાય છે.

    કેરીનો રસ ખાઇને હવે કંટાળી ગયો છો તો ઘરે બનાવો શ્રીખંડ. એમપણ જમવામાં શાક સાથે બીજુ કાંઇક હોય તો ખાવાની મઝા પડી જાય છે. તો આજે આપણે જોઇશું કે સરળ રીતે ઘરે જ શ્રીખંડ કઇ રીતે બનાવી શકાય છે.

    500 ગ્રામ શ્રીખંડ બનાવવા માટેની સામગ્રી

    1 લીટર દૂધ
    કેસર
    50 ગ્રામ મોળુ દહીં
    200 ગ્રામ ખાંડ
    ચપટી ઈલાયચી
    ચપટી જાયફળ પાવડર
    ચારોળી
    સૂકા મેવા

    બનાવવાની રીત

    • સૌ પ્રથમ દૂધને ગરમ કરી લો, દૂધમાંથી વરાળ નીકળી જાય અને થોડુ ઠંડુ થાય એટલે તેમા 2 ચમચી દહીં ઉમેરી હલાવી લો. 6થી 7 કલાકમાં દહીં તૈયાર થઈ જશે. તમે બહારથી પણ મોળું દહીં લાવી શકો છો.

    • એક કપમાં 1 ચમચી દૂધ લઈ તેમાં કેસર ઓગાળી રાખો.

    • હવે એક તપેલી ઉપર ગરણી મૂકી તેની પર કોટન કે મલમલનું કપડું મૂકી તેમાં બનાવેલું દહીં પાથરી લઈ લો. ધીરે ધીરે દહીંમાં રહેલુ પાણી નીકળી જશે.

    • લગભગ 2-3 કલાક સુધી રહેવા દો જેથી દહીનું સંપૂર્ણ પાણી નીતરી જાય.

    • હવે કપડાને દહીં સાથે ઉચકી લો અને દહીને એક તપેલીમાં કાઢી લો. આ પ્રકારે તૈયાર થયેલા દહીંને મસકો કહે છે.


    આ પણ વાંચો- વાળ બહું ખરે છે કે ખોડો થયો છે? તો લગાવો આ હેર માસ્ક

    આ પણ જુઓ - 


    • હવે આ મિશ્રણમાં દળેલી ખાંડ મિક્સ કરો. પછી તેમાં કેસરનું મિશ્રણ, ઈલાયચી પાવડર, જાયફળ પાવડર અને ચારોળી નાખી હલાવો. હવે શ્રીખંડને ઠંડો કરી ગરમા ગરમ પૂરી સાથે પીરસો.

    • આ શ્રીખંડમાં કેરી, પાઈનેપલ, દ્રાક્ષ, સફરજન પણ ઉમેરીએ તો ફ્રુટ શ્રીખંડ બની જશે. તેમજ ચોકલેટ સીરપ ઉમેરી ચોકલેટ શ્રીખંડ પણ બનાવી શકો છો.

    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarati food, Lifestyle, આરોગ્ય, ગુજરાતી રેસીપી, રેસીપી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन