દાબેલીના બનમાંથી બનાવો પીઝા શૉપ જેવાં ગાર્લિક ટૉસ્ટ, આ રીતે બનાવો ચીઝી સૉસ

 • Share this:
  સામગ્રી
  1/4 કપ દૂધ
  1/4 ટી.સ્પૂન મેંદો
  3 કળી ક્રશ કરેલું લસણ
  5 ચમચી પ્રોસેસ ચીઝ
  5 ચમચી મોઝરેલા ચીઝ
  2 ચમચી કેપ્સિકમ
  2 લીલાં મરચા
  1 ડુંગળી
  6 સ્લાઈસ બ્રેડ
  3 ચમચી બટર
  મીઠું
  મરી પાવડર
  ટોમેટો કેચપ

  બનાવવાની રીત :- સૌ પ્રથમ એક નોન સ્ટીક પેન માં બટર ગરમ કરી તેમાં ક્રશ કરેલું લસણ સાંતળી લો.હવે તેમાં મેંદો નાખી 1 મિનિટ માટે ફરી સાંતળી લો.હવે તેમાં દૂધ નાખી કુકિંગ ચીઝ અને 3 ટેબ.સ્પૂન પ્રોસેસ ચીઝ નાખી મિશ્રણ જાડું થાય ત્યાં સુધી ધીમા તાપે સતત હલાવતા રહો.ઘટ્ટ થાય એટલે તેમાં લીલા મરચા,ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણા સમારેલા કેપ્સીકમ ઉમેરી હલાવી લો. હવે બ્રેડ ની સ્લાઈસ ને ટોસ્ટ કરી તેની ઉપર તૈયાર કરેલો ચીઝ સોસ પાથરી ઉપર થી બાકીનું પ્રોસેસ ચીઝ ભભરાવી ઓવન માં ગ્રીલ કરવા મુકો ઉપર નો ભાગ બદામી થવા આવે એટલે બહાર કાઢી કટ કરી ગરમ હોય ત્યારે જ ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

  પુરુષોની દાઢીમાં કુતરાના વાળ કરતા વધુ જોખમી બેક્ટેરિયા: રિસર્ચ

  આ દિવસે થાય છે સૌથી વધુ બ્રેકઅપ, રીસર્ચમાં થયો ખુલાસો

  મચ્છર ભગાડવા માટે આજે જ કરો આ ઘરેલું ઉપચાર, , લવિંગથી ભગાડો મચ્છર

  - એકલું પ્રોસેસ ચીઝ પણ વાપરી શકાય.
  - જો લસણ ન નાખવું હોય તો તેના વગર પણ આ વાનગી બની શકે છે.
  - ઓવન ન હોય તો માઈક્રોવેવ ઓવન માં માત્ર ગ્રીલ ચાલુ કરી ને પણ બેક થઇ શકે છે.

  10 રૂ.ના શેરડીના રસથી તરસ છીપાવો છો? તો રસ પીતા પહેલા અચૂક યાદ આવશે આ વાત

  - જો ઓવન કે માઇક્રોવેવ ન વાપરવું હોય તો તવી ગરમ કરી તેની પર તૈયાર ટોસ્ટ મૂકી ઢાકણ ઢાંકી ચીઝ ઓગળે ત્યાં સુધી ગરમ કરવું.
  Published by:Bansari Shah
  First published: