આ ચીજ ઉમેરવાથી પાલક પનીરનું શાક બનશે રેસ્ટોરાં સ્ટાઈલ #Recipe

News18 Gujarati
Updated: October 3, 2019, 1:18 PM IST
આ ચીજ ઉમેરવાથી પાલક પનીરનું શાક બનશે રેસ્ટોરાં સ્ટાઈલ #Recipe

  • Share this:
જો તમારે આ શાક થોડું ઘટ્ટ અને લચકા જેવું જોઈતું હોય તો તેમાં જરૂર મુજબ એક અથવા તો 2 ચમચી ચણાનો લોટ મિક્સ કરી શકો છો.

કોર્ન પાલક પનીર બનાવવાની સામગ્રી:
250 ગ્રામ પાલક

200 ગ્રામ પનીર
1 કપ બાફેલી મકાઈના દાણા
3 ચમચી બટર1 ચમચી દહીં
2 લીલાં મરચાં
3 ચમચી ક્રીમ
1 ચમચી ધાણા પાવડર
1/2 ચમચી ગરમ મસાલો
1/2 ચમચી લાલ મરચું
મીઠું
કસુરી મેથી
ક્રીમ
કોર્ન

કોર્ન પાલક પનીર બનાવવાની રીત: કોર્ન પાલક પનીર બનાવવાની રીત: સૌ પ્રથમ પાલકને સરખી રીતે ધોઈ લો. પછી એક તપેલીમાં પાણી ઉકાળી તેમાં ચપટી ખાંડ 5 મિનિટ માટે સહેજ બાફી લો. પછી પાલકને કાઢી ઉપર થોડું ઠંડુ પાણી નાખો. પછી પાલકને મિક્સરમાં ક્રશ કરી તેની પેસ્ટ બનાવી એક વાટકીમાં કાઢી લો. હવે એક પેનમાં બટર નાખીને તેમાં ઝીણાં સમારેલા લીલાં મરચાં ઉમેરી સાંતળી લો. પછી તેમાં બનાવેલી પાલકની અને બાકીના બધા મસાલા ઉમેરી 5 મિનિટ માટે સાંતળી લો. પછી તેમાં શેકેલા પનીર અને બાફેલી મકાઈ ઉમેરી મિક્સ કરી લો. પછી તેમાં ક્રીમ અને દહીં ઉમેરીને બરાબર મિક્સ કરીને 2 મિનિટ કૂક કરો. તી જાય એટલે તેમાં કસ્તુરી મેથીને હાથથી મસળીને ઉમેરી મિક્સ કરી લો.  તો તૈયાર છે કોર્ન પાલક પનીરનું શાક. આ શાકને સર્વિંગ પ્લેટમાં કાઢી પરોઠા સાથે ગરમા ગરમ સર્વ કરો. જો તમારે આ શાક થોડું ઘટ્ટ અને લચકા જેવું જોઈતું હોય તો તેમાં જરૂર મુજબ એક અથવા તો 2 ચમચી ચણાનો લોટ મિક્સ કરી શકો છો.

આ પણ વાંચો- આ દાળનો ઉપયોગ કરી લસણ-ડુંગળી વગર બનાવો અતિ સ્વાદિષ્ટ વઘારેલી ખીચડી

આ પણ વાંચો- પુરુષોની દાઢીમાં કુતરાના વાળ કરતા વધુ જોખમી બેક્ટેરિયા: રિસર્ચ

આ પણ વાંચો- મચ્છર ભગાડવા માટે આજે જ કરો આ ઘરેલું ઉપચાર, , લવિંગથી ભગાડો મચ્છર

આ પણ વાંચો-  #કામની વાત: ફેમિલી પ્લાનિંગના ઑપરેશન પછી ગર્ભ નિરોધક વાપરવું પડે?
First published: October 3, 2019
વધુ વાંચો
अगली ख़बर