Home /News /lifestyle /

Summer Beauty Tips: ઉનાળામાં ચીકણી ત્વચાને ફ્રેશ અને ચમકદાર બનાવવા કરો નારિયેળ પાણીનો ઉપયોગ

Summer Beauty Tips: ઉનાળામાં ચીકણી ત્વચાને ફ્રેશ અને ચમકદાર બનાવવા કરો નારિયેળ પાણીનો ઉપયોગ

ઉનાળામાં ચીકણી ત્વચાને ફ્રેશ અને ચમકદાર બનાવવા કરો નારિયેળ પાણીનો ઉપયોગ

Coconut water beauty tips: નારિયેળ પાણીમાં આવા ઘણા પોષક તત્વો હોય છે જે ત્વચા પર એજિંગના લક્ષણોને દૂર રાખે છે અને ફાઈન લાઈન્સ, પિગમેન્ટેશન વગેરે થવા દેતા નથી. તેમાં હાજર હાઇ ઇલેક્ટ્રોલાઇટ તત્વ ત્વચાને નરીશ કરવામાં મદદ કરે છે, જેનાથી ચહેરો ફ્રેશ અને ચમકતો દેખાય છે.

વધુ જુઓ ...
    Coconut Water for Skin care: નારિયેળ પાણી જેટલું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે તેટલું જ તે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. વાસ્તવમાં, નારિયેળ પાણીમાં એમિનો એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે ત્વચાની ડ્રાઈનેસ (Skin Dryness) દૂર કરવા અને તેને સોફ્ટ બનાવવામાં અસરકારક છે. આ સિવાય નારિયેળ પાણીમાં ઘણા એવા પોષક તત્વો હોય છે જે એજિંગ લક્ષણોને (Aging) દૂર રાખે છે અને ચહેરા પર ફાઈન લાઈન, પિગમેન્ટેશન વગેરે નથી હોતા. તેમાં હાજર હાઇ ઇલેક્ટ્રોલાઇટ તત્વ ત્વચાને નરીશ કરવામાં મદદ કરે છે અને ચહેરો ફ્રેશ અને ચમકદાર દેખાય છે. આ ઉપરાંત, તે બ્લેકહેડ્સ, પિગમેન્ટેશન, પિમ્પલ્સ, લાલાશ વગેરેને દૂર કરવામાં પણ અસરકારક છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે કેવી રીતે તમે તમારી સ્કિન કેર રૂટીનમાં નારિયેળ પાણીનો સમાવેશ કરી શકો છો અને તેના શું ફાયદા છે.

    ક્લીન્સર તરીકે કરો નાળિયેર પાણીનો ઉપયોગ


    તમે ચહેરાને ક્લીન કરવા માટે નારિયેળ પાણીનો ઉપયોગ કરી શકો છો. તમે નારિયેળ પાણીને એક વાસણમાં કાઢીને ચહેરા પર છાંટી શકો છો. તમે તેને કોટનની મદદથી ચહેરા પર લૂછી પણ શકો છો.

    આ પણ વાંચો: Lifestyle: જીવનશૈલીમાં આટલો ફેરફાર કરવાથી બ્લડપ્રેશર કંટ્રોલ કરવામાં મળી શકે છે મદદ

    મેકઅપ કાઢવા માટે થઈ શકે છે ઉપયોગ


    જો તમે ઇચ્છો તો નારિયેળ પાણીની મદદથી તમે તમારો મેકઅપ સાફ કરી શકો છો. તમે આ માટે કોટન વાઇપ્સની મદદ પણ લઈ શકો છો અને તમે સ્પ્રે બોટલની પણ મદદ લઈ શકો છો.

    ફેસ માસ્ક તરીકે કરો ઉપયોગ


    એક બાઉલમાં 2 ચમચી નારિયેળ પાણી, અડધી ચમચી મધ અને અડધી ચમચી હળદર પાવડર મિક્સ કરો અને બરાબર હલાવો. હવે તેને તમારા ચહેરા પર માસ્કની જેમ સારી રીતે લગાવો. 10 મિનિટ પછી ચહેરો ધોઈ લો. ચહેરા પર ચમક તો દેખાશે જ સાથે સાથે ચહેરાની ઘણી બધી સમસ્યાઓ હળવી થઈ જશે

    ટોનર તરીકે કરો ઉપયોગ


    તમારા ચહેરાને સારી રીતે સાફ કરો અને લૂંછી લો. હવે કોટનની મદદથી તમારા ચહેરા પર નારિયેળ પાણીને અપલાય કરો.

    આ પણ વાંચો: Fitness: તમારા સ્નાયુઓ પર કેવી અસર કરે છે હાઇ-ઇન્ટેન્સિટી વર્કઆઉટ? નવા સંશોધનમાં થયો ખુલાસો

    મિસ્ટની જેમ કરો ઉપયોગ


    ઉનાળાની મૌસમમાં તમે તેનો ઉપયોગ ફેસ મિસ્ટ તરીકે પણ કરી શકો છો. તમે સ્પ્રે બોટલમાં કોકોનટ વોટર નાંખો અને દિવસે ફેસ મિસ્ટની જેમ ચહેરા પર સ્પ્રે કરો. તમારી ત્વચા તાજી અને કોમળ રહેશે.

    (નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનો સામાન્ય ધારણાઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ કરતું નથી. આનો અમલ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
    Published by:Rahul Vegda
    First published:

    આગામી સમાચાર