મુંબઇ: મોટાભાગના લોકો માટે હેર કલરનો ઉપયોગ હેર કેર રુટીનનો એક મહત્વનો ભાગ હોય છે. કેટલાક લોકો સફેદ વાળને છુપાવવા માટે તો અમુક લોકો જુદા લુક માટે હેર કલરનો ઉપયોગ કરે છે. જો કે, માર્કેટમાં મળતા કેમિકલવાળા હેર કલર નુકસાનકારક સાબિત થાય છે. આવી સ્થિતિમાં તમે મેથીના પાનથી પણ નેચરલ હેર કલર બનાવી શકો છો.
કેમિકલવાળા હેર કલર તમારા વાળને શુષ્ક અને નિર્જીવ બનાવે છે. જેના લીધે મોટાભાગના લોકો વાળમાં હર્બલ પ્રોડક્ટ પસંદ કરે છે. જેમાંથી એક છે મેથીના પાનથી બનાવવામાં આવતો હેર કલર. મેથીના પાન વાળને નેચરલ કલર આપવાનું કામ કરે છે અને વાળ સિલ્કી-શાઇની બનાવે છે. ચાલો જાણીએ મેથીના પાનમાંથી હેર કલર બનાવવાની રીત.
મેથીના પાનમાંથી બનાવો હેર કલર
હેર કલર બનાવવા માટે એક કપ મેથીના પત્તા ધોઇને પીસી લો. હવે તેમાં એક કપ હિના પાઉડર, એક કપ ઇન્ડિગો પાઉડર મિક્સ કરો. વાળમાં હેર કલર લગાવતા પહેલા આમાં એક ચમચી હેર કન્ડીશનર અને એક ચમચી નારિયેળનું તેલ એડ કરી મિક્સ કરી લો.
આવી રીતે કરો ઉપયોગ
મેથીના પાનમાંથી તૈયાર કરેલ કલર વાળમાં લગાવવા માટે સૈથી પહેલા હેર વોશ કરીને વાળને સારી રીતે સાફ કરી લો. હવે બ્રશની મદદથી વાળોમાં મેથી હેર કલર એપ્લાય કરો અને 3-4 કલાક બાદ વાળને પાણીથી ઘોઇ નાંખો.
હેર કલરને આવી રીતે કરો સ્ટોર
મેથીના પાનમાંથી બનાવેલ હેર કલરને સ્ટોર કરવા માટે તેનું પાઉડર બનાવી લો. આમાં હિના પાઉડર અને ઇન્ડિગો પાઉડર મિક્સ કરો. હવે એક ચોખ્ખી બોટલમાં તેને ભરી લો. આ બોટલને પેપરમાં લપેટી કોઇ ઠંડી જગ્યાએ રાખો. જેથી હેર કલર ખરાબ ન થાય.
આવી રીતે રાખો વાળોની કેર
મેથી હેર કલર લગાવ્યા બાદ વાળોની ખાસ દેખરેખ જરૂરી હોય છે. વાળો પર કેમિકલ પ્રોડક્ટનો ઉપયોગ ન કરો. ખાસ તો વાળને ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ ન કરો અને કલર કર્યા બાદ તરત તડકામાં જવાનું ટાળો. ઉપરાંત પેચ ટેસ્ટ બાદ જ વાળોમાં મેથીના પાનનો હેર કલર લગાવો.
(Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનો સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. Gujarati News18 આની પુષ્ટિ કરતું નથી. આનું અમલ કરતાં પહેલા સંબંધિત નિષ્ણાતો સાથે સંપર્ક કરો.)
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર