લાઈવ ઢોકળાં બનાવવાની સરળ રીત

 • Share this:
  ચાલો જાણીએ લાઈવ ઢોકળાં બનાવવાની સરળ રીત...

  લાઈવ ઢોકળાં બનાવવાની સામગ્રી-
  1 કપ ચણાની દાળ
  2 કપ ચોખા
  2 ટેબલ સ્પૂન દહીં
  1 ટી સ્પૂન આખી મેથી
  1 ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ
  5-6 કળી લસણ વાટેલું
  1/2 કપ કોથમીર
  ફુદીનાના પાન સમારેલા મીઠું
  હળદર
  લાલ મરચું પાવડર

  લાઈવ ઢોકળાં બનાવવાની રીત- દાળ અને ચોખા લઈને સારી રીતે ધોઈને બન્નેને અલગ અલગ વાસણમાં સાત થી આઠ કલાક સુધી પલાળી લો. પછી તેને કરકરું ક્રશ કરી પેસ્ટ બનાવી લો. હવે આ ખીરામાં મેથીના દાણા, દહીં, મીઠું અને હળદર નાખીને હલાવીને તેને ઢાંકીને ખીરામાં સારી રીતે આથો આવે ત્યાં સુધી રાખી મૂકો. -મેથીના દાણા પલળી રાખો તે ખાટા થઈ જશે અને બિલકુલ કડવા નહીં લાગે. હવે ઢોકળાં બનાવતી વખતે ખીરામાં આદુ મરચાંની પેસ્ટ, લસણ પેસ્ટ, થોડુંક તેલ અને ખાવાનો સોડા ઉમેરી હલાવી ખીરાને થાળી કે ઢોકળીયાની ટ્રેમાં તેલ લગાવીને પાથરો. ઉપરથી લાલ મરચું પાવડર અને કોથમીર ફુદીનાના પાનને બારીક સમારીને ભભરાવી સ્ટીમ થવા દો. થઈ જાય એટલે ગરમ ગરમ ઢોકળાને લાલ કે લીલી ચટણી અને તેલની સાથે ગરમા ગરમ સર્વ કરો.

  પીરિયડ્સ દરમિયાન વપરાતાં મેન્સ્ટ્રુઅલ કપને આ રીતે પહેરવામાં આવે છે
  Published by:Bansari Shah
  First published: