આ રીતે બનાવો ગરમા ગરમ લસણિયા સેવ મમરા #Recipe

આ મમરાને એરટાઈટ ડબ્બામાં ભરી લો. ડબ્બાનું ઢાંકણું પણ ટાઈટ બંધ રહે તેનું ખાસ ધ્યાન રાખો.  જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે તેમાં સેવ ઉમેરી સર્વ કરો.

News18 Gujarati
Updated: October 12, 2019, 4:46 PM IST
આ રીતે બનાવો ગરમા ગરમ લસણિયા સેવ મમરા #Recipe
લસણિયા સેવ મમરા
News18 Gujarati
Updated: October 12, 2019, 4:46 PM IST
લસણિયા ચટાકેદાર ગરમા ગરમ સેવ મમરા બનાવવા માટેની સામગ્રી
250 ગ્રામ મમરા
2 ચમચી લસણની પેસ્ટ

1/2 વાટકી સીંગદાણા
1/2 ચમચી હિંગ
1/2 ચમચી રાઈ
Loading...

હળદર
મીઠા લીંમડાના પાન
1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું
સ્વાદ પ્રમાણે મીઠું

લસણિયા ચટાકેદાર ગરમા ગરમ સેવ મમરા બનાવવાની રીત - સૌ પ્રથમ મમરાને લઈને તેને ચારણી વડે ચાળી લો. ત્યાર બાદ લસણની કળી ફોલીને તેને ખાઈણીમાં લી તેમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીને ચટની જેવી લીસ્સી પેસ્ટ વાટી લો. આ ચટણી વટાઈ જાય એટલે તેને એક ડીશમાં કાઢી લો. ત્યાર બાદ એક કઢાઈ લઈ તેમાં થોડું તેલ લો. તેલ સામાન્ય કરતા થોડું વધારે લેવું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને મીઠો લીમડો ઉમેરી તતડાવી લો. પછી તેમાં સીંગદાણા ઉમેરી શેકો. પછી તેમાં લસણની પેસ્ટ ઉમેરી 2 મિનિટ ગૅસ બંધ કરી દો. 2 મિનિટ પછી ગૅસ ચાલુ કરી તેમાં મીઠું અને હળદર ઉમેરો. પછી તેમાં મમરા ઉમેરી હલાવતા રહી ધીમા તાપે શેકવા. શેકાઈ જાય એટલે જરૂર મુજબ બધો મસાલો કરી ગૅસ બંધ કરી દો.. તો તૈયાર છે લસણિયા મમરા. આ મમરા દરેક સિઝનમાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મમરાને એરટાઈટ ડબ્બામાં ભરી લો. ડબ્બાનું ઢાંકણું પણ ટાઈટ બંધ રહે તેનું ખાસ ધ્યાન રાખો.  જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે તેમાં સેવ ઉમેરી સર્વ કરો. તો તો તૈયાર છે સરસ મજાના સ્વાદિષ્ટ લસણિયા સેવ મમરા

આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં

#કામની વાત: 40-50 વર્ષ પછી કેવી હોય છે સેક્સ લાઈફ?

રેખા ચહેરા પર લગાવે છે આ ચીજ, નહાય છે આ ચીજથી: રેખાની સુંદરતાનું સિક્રેટ

આ 9 ફૂડ ક્યારેય એક સાથે ન લેશો, નહીંતર પડી જશો બીમાર
First published: October 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...