3-4 મહિના સુધી નહીં બગડે આ ગળી ચટણી, જાણી લો બનાવવાની રીત #Recipe

News18 Gujarati
Updated: November 6, 2019, 3:50 PM IST
3-4 મહિના સુધી નહીં બગડે આ ગળી ચટણી, જાણી લો બનાવવાની રીત #Recipe
ગળી ચટણી બનાવવા માટેની રીત

  • Share this:
ચાટ બનાવતી વખતે આપણને ચટણીની જરૂર તો અવશ્ય પડે જ છે. તેમાં પણ ગળી ચટણીની તો વાત જ કંઈક અલગ હોય છે. ગળા ચટણી વગર ચાટ અધૂરો જ લાગે છે. આ ચટણી ઘર પર બનાવવી ખૂબ સરળ  રહે છે. તેથી આજે અમે તમારા માટે લઈને આવ્યાં છીએ હોમમેડ ખજૂર આમલીની ચટણી બનાવવાની રીત, તો નોંધી લો તમે પણ... ચાલો જાણીએ તેને બનાવવાની રીત.

ખજૂર આમલીની ચટણી બનાવવા માટેની સામગ્રી :
1/2 કપ આમલી

1 કપ ખજૂર
1/3 કપ ગોળ
3 કપ પાણી1/2 ચમચી શેકેલું જીરું પાઉડર
1 ચમચી લાલ મરચું પાઉડર
1/4 ચમચી સૂંઠ
મીઠું સ્વાદ મુજબ

ખજૂર આમલીની ચટણી બનાવવા માટેની રીત : ખજૂર અને આમલીને લઈને તેમાંથી બધા જ ઠળીયા કાઢી લો. ત્યાર બાદ તેને એક પેનમાં લઈ તેમાં 3 કપ પાણી નાખીને ગેસ પર મધ્યમ તાપ પર ગરમ કરવા મૂકો. તેમાં ઉભરો આવી જાય પછી તેને 10 મિનિટ સુધી ઉકળવા દો. પછી તેમાં ગોળ ઉમેરી મિક્સ કરી લો. પછી તેમાં મીઠું, શેકેલું જીરું પાવડર, લાલ મરચું અને સૂંઠ ઉમેરી મિક્સ કરી લો. આ મિશેરણને 5 મિનિટ સુધી ઉકાળો. આ પછી ગેસ બંધ કરી તેને ઠંડું થવા દો. ઠંડું થયા પછી આ મિશ્રણની સરખી ઝીણી પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને ગળણીથી ગાળી લો. તેમાં જે આમલીના રેસાં ચાળણીમાં રહી જાય તેને ફેંકી દેવો. તો તૈયાર છે સરસ મજાની ખાટ્ટી મીઠ્ઠી ગળી ચટણી. તેને ફ્રીઝમાં ઠંડી કરી મનપસંદ ચાટ બનાવી સર્વ કરો.

  • તેને ઍર ટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીઝરમાં લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે. પણ એ ધ્યાન જરૂર રાખો કે આ ચટણી બને એટલી જાડી જ રાખવી એટલે કે પાણીનો ભાગ ઓછો રાખવો. તેથી તેને લાંબા સમય સુધી ફ્રીઝરમાં સ્ટૉક કરી શકાય. તેને જ્યારે વપરાશમાં લેવાની હોય ત્યારે જ ફ્રીઝરમાંથી વાટકીમાં કાઢી જરૂર મુજબ પાણી ઉમેરી સર્વ કરવું.


રાત્રે ચહેરા પર લગાવો આ વસ્તુ, સવારે ઉઠતાં જ અરીસો જોઈ ચોંકી ઉઠશો

સેક્સ વિશે થયેલા આ સર્વેમાં લોકો ખૂલ્લે આમ કબૂલે આ વાતો!

કેટલી વખત સેક્સ માણવું યોગ્ય કહેવાય? આ ઉંમરે વધુ મણાય છે સેક્સ
First published: November 6, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading