Home /News /lifestyle /

5 મિનિટમાં બનાવો કેસર બદામ પીસ્તા મિલ્કશેક

5 મિનિટમાં બનાવો કેસર બદામ પીસ્તા મિલ્કશેક

    ચાલો જાણી લો 5 મિનિટમાં જ  કેસર બદામ પીસ્તા મિલ્કશેક કેવી રીતે બનાવી શકાય?

    કેસર બદામ પીસ્તા મિલ્કશેક બનાવવાની સામગ્રી: 

    2 કપ દૂધ
    1 ચમચી ખાંડ
    6 સ્કુપ વેનીલા આઇસ્ક્રીમ
    ચપટી કેસર
    2 ટીપાં બદામ પીસ્તા એસેન્સ
    2 ચમચી ઝીણી સમારેલી બદામ
    1 ચમચી બદામ-પીસ્તાની કતરણ
    1 ચમચી ટૂટી ફૂટી

    કેસર બદામ પીસ્તા મિલ્કશેક  બનાવવાની રીત : આ મિલ્કશેક બનાવતા પહેલાં ચપટી કેસર લઈને 2 ચમચી ગરમ દૂધમાં પલાળી રાખો.
    - ત્યારબાદ સૌથી પહેલાં એક મિક્ષ્ચર જાર લઈને તેમાં ઠંડુ દૂધ લઇને તેમાં ખાંડ, બદામ પીસ્તા અને વેનીલા આઇસ્ક્રીમના 4 સ્કુપ અને બદામ-પીસ્તાનું એસેન્સ નાખીને આ બધુ જ ચર્ન કરી લો. સર્વિંગ માટે ગ્લાસ લઈને તેમાં આ બનાવેલો મિલ્કશેઇક રેડી લો. આ તૈયાર મિલ્ક શેઇકના બંને ગ્લાસમાં ઉપરથી એક એક વેનીલા આઇસ્ક્રીમના સ્કુપ મૂકી દો. પછી તેની ઉપર દૂધ માં પલાળેલું કેસરવાળું દૂધ ઉમેરો. પછી તેની ઉપર તેમજ ટૂટી ફૂટી અને બદામ, પીસ્તાની કતરણ ભભરાવી એકદમ ઠંડુ જ સર્વ કરો. તો તૈયાર છે કેસર બદામ પીસ્તા મિલ્કશેક.
    Published by:Bansari Shah
    First published:

    Tags: Kitchen, ખોરાક, રેસીપી

    આગામી સમાચાર