આ રીતે બનાવો અસ્સલ કાઠિયાવાડી સ્ટાઈલમાં 'વઘારેલો બાજરીનો રોટલો'

News18 Gujarati
Updated: October 4, 2019, 12:30 PM IST
આ રીતે બનાવો અસ્સલ કાઠિયાવાડી સ્ટાઈલમાં 'વઘારેલો બાજરીનો રોટલો'
વઘારેલો બાજરીનો રોટલો
News18 Gujarati
Updated: October 4, 2019, 12:30 PM IST
વાતાવરણ થોડું ઠંડુ જણાય એટલે ભજીયા, બાજરીના રોટલા કે કંઈક સ્પાઇસી તેમજ કંઇક નવું ખાવાની ઇચ્છાઓ થતી હોય છે.  તો ચાલો બનાવીએ ‘વઘારેલો બાજરીનો રોટલો’ નોંધી લો તેને બનાવવાની રેસિપી...

વઘારેલો બાજરીનો રોટલો બનાવવા માટેની સામગ્રી :
1 ઠંડો બાજરીનો રોટલો

2 ગ્લાસ છાસ
2 કળી લીલું લસણ
લીલી ડુંગળી
Loading...

1 ચમચી ઘી
1 ચમચી તેલ
1/2 ચમચી રાઈ
1/2 ચમચી હીંગ
મીઠો લીમડો
1/2 ચમચી હળદર
1 ચમચી મરચું
1 ચમચી મીઠું
કોથમીર

વઘારેલો બાજરીનો રોટલો બનાવવા માટેની રીત :
સૌ પ્રથમ રોટલાને બે હાથે મસળી થોડો ભૂકો કરી લો. પછી લીલી ડુંગળી, લીલું લસણ જીણું સમારવું. ત્યારબાદ એક વાસણમાં તેલ અને ઘી મૂકી તેમાં રાઈ, હીંગ, મીઠો લીમડો, લીલું લસણ અને લીલી ડુંગળી સાંતળી લો. પછી તેમાં હળદર, મરચું અને મીઠું નાખી રોટલો ઉમેરી બરાબર હલાવી છાસ ઉમેરી હલાવી લો. છાસ બરાબર ઉકળી જાય એટલે ગૅસ બંધ કરી લો. થઈ જાય એટલે ઉપરથી કોથમીર ભભરાવી 5 મિનિટ ઢાંકી રાખો. 5 મિનિટ બાદ આ વઘારેલા રોટલાને સર્વિંગ પ્લેટમાં કાઢી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે ગરમા ગરમ વઘારેલો બાજરીનો રોટલો. જો તમને ટામેટાં ભાવતા હોય તો ઉપરથી ઝીણાં સમારેલા ટામેટા અને થોડી રતલામી સેવ ભભરાવીને પણ સર્વ કરી શકો.. કારણ કે વઘારેલા રોટલામાં ટામેટાની ખટાશનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગે છે.
First published: October 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...