લૉકડાઉનમાં મીઠાઇ ખાવાનું મન થયું છે? તો આ રીતે ઘરે બનાવો ગરમાગરમ જલેબી

લૉકડાઉનમાં મીઠાઇ ખાવાનું મન થયું છે? તો આ રીતે ઘરે બનાવો ગરમાગરમ જલેબી
ગુજરાતીઓને થોડા થોડા દિવસે જમવામાં મીઠાઇ ખાવાની ઇચ્છા થતી હોય છે.

ગુજરાતીઓને થોડા થોડા દિવસે જમવામાં મીઠાઇ ખાવાની ઇચ્છા થતી હોય છે.

  • Share this:
    ગુજરાતીઓને થોડા થોડા દિવસે જમવામાં મીઠાઇ ખાવાની ઇચ્છા થતી હોય છે. સામાન્ય રીતે ત્યારે આપણે દુકાનમાં જઇને જે મન હોય તે લઇ આવી શકીએ છીએ. પરંતુ આ લોકડાઉનમાં આવું શક્ય નથી. તો આપણે જે ખાવું હોય ઘરે જ બનાવવું પડે. તો કંઇ વાંધો નહીં, તો આજે આપણે જોઇએ કે ઘરે જ બહાર જેવી ક્રિસ્પી જલેબી કઇ રીતે બનાવી શકાય

    સામગ્રી


    2 વાટકી મેંદો
    1 નાની ચમચી બેકિંગ પાવડર
    તળવા માટે ઘી
    કેસર
    1 ચમચી ગુલાબજળ
    2 નાની એલચી

    જલેબી બનાવવાની પદ્ધતિ

    • જલેબી બનાવવા માટે સૌપ્રથમ મેદામાં બેકિંગ પાવડર મેળવી ચાળી લો.

    • તે પછી મેંદામાં પાણી નાંખી ક્રીમ જેટલું પાતળુ બનાવી લો અને તે મિક્સને 24 કલાક માટે એક જગ્યાએ મૂકી રાખો. જેથી હળવો આથો આવી જાય.

    • જલેબીમાં આથાનું ખુબજ મહત્વ છે.

    • ત્યારબાદ 2 વાટકી ખાંડમાં 2 વાટકી પાણી નાંખો અને એક તારની ચાસણી બનાવાવા માટે ઉકાળો.

    • ચાસણીમાં હુંફાળા પાણીમાં ઘોળેલું કેસર, ગુલાબ જળ તથા એલચી નાંખો. ચાસણી તૈયાર થઈ ગયા બદા કઢાઈમાં ઘી ગરમ કરો.

    • મેદાનાં ઘોળને એક નરમ કપડામાં નાંખી બાંધી લો અને નીચેથી નાનકડું કાંણુ પાડી દો. અથવા તમારી પાસે જલેબી પાળવાની સ્પેશિઅલ બોટલ હોય તો પણ ચાલે.

    • જલેબીનાં મિક્સમાં ધ્યાન એ રાખવાનું છે કે, તે વધારે પાતળું કે વધારે જાડુ ન હોવું જોઇએ. જે બાદ કઢાઈમાં ગોળ-ગોળ જલેબીઓ બનાવીને ઉતારી લો.
      તળેલી જલેબીઓ ચાસણીમાં નાંખો. 5 મિનિટ બાદ ચાસણીમાંથી કાઢી ગરમ-ગરમ જલેબી પિરસો.


    આ પણ વાંચો - સવારે ખાલી પેટે ખાઓ પલાળેલી બદામ, શરીરનાં સ્વાસ્થ્યમાં દેખાશે આ ફાયદા
    First published:April 22, 2020, 12:23 pm

    टॉप स्टोरीज