#Recipe: ઈન્દોરની પ્રખ્યાત 'આલુ કચોરી' બનાવવાની રીત

ઈન્દોરની પ્રખ્યાત કચોરી બનાવવા માટેની રીત-

  • Share this:
    ઈન્દોરના ચાટ તો ખૂબ જ વખણાય છે, એ વાત તો તમે દરેક જાણતા હશો. અને એ વાત અત્યારે સાંભળીને જો તમારા મોં માં પાણી આવી ગયું હોય તો ચાલો જાણી લો આ ઈન્દોરની પ્રખ્યાત 'આલુ કચોરી' બનાવવાની રીત

    કણક બાંધવા માટેની સામગ્રી-
    મેંદો - 300 ગ્રામ
    સોજી - 200 ગ્રામ
    મીઠું - સ્વાદ અનુસાર
    બેકિંગ સોડા - 1/4 ચમચી
    તેલ - 2 ચમચી

    સ્ટફિંગ માટેની સામગ્રી-
    બટાકા - 300 ગ્રામ
    તેલ - 1 ચમચી
    જીરુ - 1 ચમચી
    ધાણાં પાવડર - 2 ચમચી
    લીલા મરચાં - 2 નંગ
    આદુની પેસ્ટ - 2 ચમચી
    તેલ- તળવા માટે

    ઈન્દોરની પ્રખ્યાત કચોરી બનાવવા માટેની રીત-

    કણક બાંધવા માટે- સૌ પ્રથમ કણક બાંધવા માટે એક વાસણમાં મેંદાનો લોટ લઈ તેમાં કણક બાંધવા માટેની બધી જ સામગ્રી લઈને મિક્સ કરો. મેંદો ન ખાતા હોવ તો તેની જગ્યાએ ઘઉંનો લોટ પણ લઈ શકાય છેપછી પાણીને હૂંફાળું કરી લો. અને આ પાણીથી કચોરી માટેની કણક તૈયાર કરી લો. આ કણક સહેજ સામાન્ય કઠણ બાંધવી. લોટ બાંધીને તેને અડધો કલાક માટે ઢાંકીને મુકી દો.

    સ્ટફિંગ બનાવવા માટે- ત્યારબાદ બટાકાને બાફીને તેની છાલ કાઢી લઈને તેના નાના નાના ટુકડા કરી લો. પછી એક કઢાઈમાં તેલ લઈ ગરમ કરો. પછી તેમાં જીરું નાખીને વઘાર કરી લો. પછી તેમાં ધાણા પાવડર, લીલા મરચા, મીઠું, આદુની પેસ્ટ અને બાફેલાં બટેટા ઉમેરીને મિક્સ કરી લઈ 2 મિનિટ સાંતળી લો.

    હવે કચોરી બનાવવા માટે બાંધેલી કણકમાંથી લૂઆ બનાવી લો. પછી તેને વચ્ચેથી હળવા હાથે દબાવીને વણી લો. પછી તેની વચ્ચે એક કે બે ચમચી સ્ટફિંગ ભરીને કચોરીના કિનારીને વાળીને બંધ કરીને હલકા હાથે વણી લો. હવે આ રીતે બધી કચોરીઓ તૈયાર કરી લો. ત્યારબાદ તેને ગરમ તેલમાં મધ્યમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે તળી લો. તળતી વખતે તેને વચ્ચેથી પલટતા રહો. તળાઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં લઈ કેચપ અને લીલી ચટણી સાથે ગરમા ગરમ જ સર્વ કરો.

    બહુ જ છીંકો આવતી હોય ત્યારે આ 5 ચીજો ખાવાથી મળશે રાહત

    લટકતી ફાંદને ઘટાડવા ઈચ્છો છો? તો રોજ ખાવ આ પીળું ફળ

    હનીમૂન માટે જન્નત જેવી છે આ જગ્યા, સસ્તામાં યૂરોપ જેવી ફીલિંગ આવશે

    અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી
    Published by:Bansari Shah
    First published: