આજના જમાનામાં પનીર, ચીઝ, માણખ જેવી પ્રોડક્ટ આપણે બહારથી ખરીદતા હોય છે. કારણ કે હવે ઘરે બનાવેલુ પનીર કે માણખ બાળકોને નથી ભાવતું. ત્યારે અમે આપને બજાર જેવુ જ પનીર ઘરે કેવી રીતે બનાવાય તેની સૌથી સરળ રીત જણાવીયે.
પનીરને આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ લઈએ છીએ. જેમ કે પંજાબી શાક, મીઠાઈ વગેરેમાં ઉપયોગ કરતા હોવ છો. ત્યારે ઘરે જ પનીર બનાવવાની રીત પણ જાણી લો.
પનીર બનાવવાની રીત:
સામગ્રી: 1 લીટર દૂધ મલાઈવાળુ 2 ચમચા લીંબુનો રસ અથવા તો વિનેગર
કેવી રીતે બનાવશો પનીર? તો પનીર બનાવવા માટે હંમેશાં ફૂલ ક્રીમ દૂધનો ઉપયોગ કરવો. ભારે તળિયાવાળા વાસણમાં દૂધ ગરમ કરવા મૂકવું. દૂધને સતત હલાવતાં રહેવું જેથી નીચે બેસી ન જાય. જ્યારે દૂધમાં ઉફાળો આવે કે તરત જ લીંબુનો રસ અથવા તો વિનેગર અંદર નાંખી દેવું અને દૂધને હલાવતાં રહેવું.
દૂધમાં પાણી અને પનીર અલગથી દેખાવા લાગશે. પાણીને પનીર અલગ દેખાવા એટલે ગેસ બંધ કરી દેવો અને ત્યાર બાદ તેમાં ઠંડુ પાણી અથવા બરફના ટુકળા નાંખીને રહેવા દો.હવે તે પનીરને એક સાફ સફેદ કોટનના કપડાના ગરણામાં રાખી અને થોડું ઠંડું પાણી તેમાં નાખવું જેથી તેમાંથી ખટાશ નીકળી જશે. ત્યારબાદ તેની પોટલી વાળી વધારાનું પાણી નીતારી નાખવું. જેથી પનીર તૈયાર થઈ જશે.
જો તમારે પનીરને પંજાબી શાકમાં ઉપયોગ કરવો હોય અથવા તો પનીરના ટુકડા કરવા હોય તો પનીરને એક કપડામાં બાંધીને કપડા સહિત પનીર પર ભાર વજનદાર વસ્તુ મુકી દેવી અને અડધો કલાક સુધી રાખવું જેથી પનીર અંદરથી સખત થઈ જશે. બાદમાં કાપડ હટાવીને તેના ચોરસ ટુકડા કરી લેવાં,
આમ આ પનીર બજાર જેવું જ તૈયાર થઈ જશે. જે બજારમાં મળતા પનીર કરતા વધુ નરમ અને સ્વાદિષ્ટ લાગશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર