શિયાળામાં અવશ્ય ખાઈ લેવાં જોઈએ બને એટલાં વસાણાં. કહેવાય છે કે શિયાળામાં ખવાતા વસાણાના કારણે આખું વર્ષ તંદુરસ્તી જળવાઈ રહે છે. ત્યારે આજે તમને બનાવતા શીખવીશું ગુંદર ની પેંદ. નોંધી લો Recipe
ગુંદર ની પેંદ બનાવવા માટેની સામગ્રી:
ઘી - 1 વાટકી
ઘઉંનો લોટ - 1 ચમચી
ગુંદર - 1 વાટકી
કોપરાનું છીણ - 1 વાટકી
દૂધ - 6 વાટકી
ગોળ - 2 વાટકી
સૂંઠ - 4 ચમચી
ગંઠોડા - 4 ચમચી
સૂકો મેવો - 1 વાટકી
ગુંદર ની પેંદ બનાવવા માટેની રીત:
સૌ પ્રથમ ગુંદર ને ગરમ ઘી માં તળી લો. તેને થોડો ક્રશ કરી લો. ત્યારબાદ તે જ કડાઈ માં લોટ બદામી થાય ત્યાં સુધી શેકી લો. તેમાં જ કોપરાનું છીણ પણ શેકી લો. શેકાઈ જાય એટલે બધું અલગ કાઢી લો. હવે પેન માં દૂધ, ગુંદર, કોપરાનું છીણ ઉમેરી ગેસ પર મૂકી સતત હલાવતા રહો જેથી ચોંટે નહીં. આ મિશ્રણને ઘટ્ટ થવા દો. દૂધ બળે એટલે હલવા જેવું મિશ્રણ બનશે. પછી તેમાં સમારેલો ગોળ ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં સૂંઠ, ગંઠોડા, સૂકો મેવો ઉમેરી બરાબર હલાવી ગેસ પરથી ઉતારી લો. અને સર્વ કરો.
હારને પણ હરાવતી લક્ષ્મીની રીયલ સ્ટૉરી, સપના તૂટી ગયા હતા હિમ્મત નહીં
અહીં દીકરી સાથે લગ્ન કરી શકે છે પિતા, ઈરાનમાં છે આવા 5 વિચિત્ર નિયમો
આ રીતે બનાવો 'સુરતી ઊંઘિયું', આ રીતે તૈયાર કરો તેની સ્વાદિષ્ટ ગ્રેવી #RecipePublished by:Bansari Shah
First published:January 11, 2020, 15:21 pm